Not Set/ કાલે કોંગ્રેસ છોડ્યું,આજે ભાજપ સરકારમાં મંત્રી બની ગયા કુંવરજી,સોંપાયા અગત્યના ખાતા

ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં નવા પ્રધાન કુંવરજી બાવળિયા સહિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નવા પ્રધાન કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા મંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે કુંવરજીને ગ્રામગૃહ નિર્માણ અને પશુપાલન વિભાગ પણ અપાયો છે. મંગળવારના રોજ મંતવ્ય ન્યુઝે કહ્યું હતું […]

Top Stories Gujarat Trending
ddas કાલે કોંગ્રેસ છોડ્યું,આજે ભાજપ સરકારમાં મંત્રી બની ગયા કુંવરજી,સોંપાયા અગત્યના ખાતા

ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં નવા પ્રધાન કુંવરજી બાવળિયા સહિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નવા પ્રધાન કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા મંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે કુંવરજીને ગ્રામગૃહ નિર્માણ અને પશુપાલન વિભાગ પણ અપાયો છે. મંગળવારના રોજ મંતવ્ય ન્યુઝે કહ્યું હતું કે કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા મંત્રીનું પદ મળી શકે છે. આ રાજકીય સમાચાર આપવામાં મંતવ્ય ન્યુઝ અગ્રેસર રહ્યું છે.

CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ બેઠકમાં હાજર રહ્યા.  બેઠકમાં વરસાદની સ્થિતિને લઈ પણ સમીક્ષા કરાઇ. CMના ઇઝરાયલ પ્રવાસમાં થયેલ MOUના અમલ મામલે ચર્ચા કરાઇ.. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીને લઈ ચર્ચા કરાઇ હતી.

કુંવરજી બાવળિયા બની શકે છે કેબિનેટ મંત્રી : સૂત્ર

મહત્વનું છે કે, કોંગ્રેસના સિનિયર નેતા ગણતા કુંવરજી બાવળિયાએ રાજીનામું આપી દેતાં કોંગ્રસમાં રાજકીય હલચલ મચી ગઈ છે. થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કુંવરજી બાવળિયા તેમને મળવા માટે અમદાવાદ આવ્યા ન હતા. આ પહેલા તેઓ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે.

કોંગ્રેસના પીઢ નેતા ભાજપમાં જોડાઈ જતાં હવે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે ભાજપ કુંવરજીભાઈની મદદથી અન્ય કોળી આગેવાનોને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત થયું છે ત્યારે સોરાષ્ટ્રના કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક કરવામાં આવી શકે છે. થોડા દિવસ પહેલા જ ભાજપે “મિશન-26” લોંચ કર્યું હતું. એટલે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી પાર્ટી ગુજરાતની એક પણ બેઠક ગુમાવવા માંગતી નથી.