Ukraine Crisis/ ઝેલેન્સકીએ નિર્દોષો ને ભોગે જીદ છોડી દેવી જોઈએ…કેમકે, આજે નહીં તો કાલે રશિયા સાથે સંધિ તો કરવી જ પડશે…

આખરમાં કેટલાય લોકોના બલિદાન અને શહીદી બાદ યુદ્ધ સંકેલાશે.. પરંતુ યુદ્ધ તો ચંદ રોઝ આતી હૈ…જિંદગી બરસો તલક રોતી હૈ..ની જેમ જેના સ્વજનો આ યુદ્ધમાં હોમાશે તે કદી પાછા નહીં આવે

Top Stories World
ઝેલેન્સકીએ નિર્દોષો ને ભોગે જીદ છોડી દેવી જોઈએ...કેમકે, આજે નહીં તો કાલે રશિયા સાથે સંધિ તો કરવી જ પડશે...
  • હમ અપને અપને ખેતો મેં ગેહુ કી જગહ ચાવલ કી જગહ બંદુકે ક્યુ બોતે હૈ

જેવી પંક્તિઓ યુદ્ધિય માનસિકતા દર્શાવે છે. પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણાતા મનુષ્યોમાં યુદ્ધખોરી અને વિવાદિત માનસિકતા જન્મ સાથે જ દિમાગમાં જડાયેલ ફિતૂર રૂપી હોય છે. ચાહે ખાવા ધાન્ હોય કે ન હોય,, આ આગ ઘરેલુ મતલબ કે, કોમવાદ, સંપ્રદાયવાદ, પ્રાંતવાદ કે જુથવાદ લેવલ ની હોય પરંતુ દરેક મોરચે હાજર હોય છે. દુનિયાએ 2 વિશ્વયુદ્વધ અને જાપાન પર ઝીંકાયેલા પરમાણુ બૉમ્બની તબાહીઓ જોઈ ત્યાર થી યુદ્ધખોરીની માનસિકતા ક્યાંક સંકોરાયેલી પડી હતી. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધે આ ભ્રમ ભાંગી નાખ્યો. બાકી અહીં નોંધવું રહ્યું કે, વાસ્તવમાં ભારત-પાક, ચાઈનાથી લઇ રશિયા -અમેરિકા , ઈરાન -અમેરિકા, દ.કોરિયા-ઉત્તર કોરિયા આવા અનેક દેશો ક્યારના યુદ્ધની કગાર પર આવીને પરત થયેલા છે. પરંતુ કઈ સાવ યુદ્ધો નથી થયા તેવું પણ નથી. કેમ કે, માનવી ખાલી ખાઈ- પીને આરામ ફરમાવે તો તેવું કદાપિ ન બને. યુદ્ધ નહીં તો યુદ્ધની તૈયારીઓ શાંતિ કાળમાં પણ ચાલતી જ હોય છે.

rina brahmbhatt1 ઝેલેન્સકીએ નિર્દોષો ને ભોગે જીદ છોડી દેવી જોઈએ...કેમકે, આજે નહીં તો કાલે રશિયા સાથે સંધિ તો કરવી જ પડશે...

યુદ્ધ અને યુદ્ધોનો ઇતિહાસ તપાસો તો ખ્યાલ આવે કે, અહીં માણસાઈ તાર-તાર થતી હોય છે. કઈ હદે હેવાનિયત આચરવામાં આવે છે તે તો ઇતિહાસ ખંગોલો તો ખ્યાલ આવે. આ અંગે ઘણી વાતો થઇ શકે પરંતુ ફક્ત જાપાનની ઇમ્પિરિયલ આર્મીની જ વાત કરો તો આ જ આજનું જાપાન ગઈ કાલે આજના બળવત્તર ચીનાઓનું ભયાનક હદે શોષણ કરી ચુક્યુ છે. ચીનાઓ જે હદે પીડા વેઠી છે તેનો અંદાઝ પણ મુશ્કેલ છે. ચીનના નાનકિંગ શહેરમાં ઝાપાનની ઇમ્પિરિયલ આર્મીએ જેનોસાઇડ , કે માસકેર અને કમકમાટી ઉપજે તે હદે અમાનવીય હરકતો કરી ચૂક્યું છે. સ્ત્રીઓ સાથેનો બળત્કારનો વિશ્વનો સૌથી મોટો ઘટનાક્રમ ઇતિહાસના કાળા પાને નોંધાયેલો છે. (બાંગલાદેશ માં પણ આમ થયેલું છે ) અહીં યુદ્ધ નોતું આચરાયું પરંતુ માનવીય ઇતિહાસમાં એક લાલ ક્લન્કિત કદી ન ભૂંસાય તેવો કાળો કેર આચરનારો ઘટનાક્રમ યુદ્ધના રૂપે આચરવામાં આવ્યો હતો.. જીવતા લોકોને મારવાની., બાળવાની, દાટવાની પીડાને તમાશો બનાવવાની હેવાનિયત અહીં આચરવામાં આવી હતી..આના વિષે આખી બુક લખી શકાય તેમ છે.

ત્યારે આજે એક વાત તે પણ છે કે, આપણે જે અશાંતિભરી શાંતિ સંઘરીને બેઠા છીએ તેની પાછળ પણ પરમાણુ હથિયારોનો જખીરો જ જવાબદાર છે. બધા દેશો બારૂદ ના ઢેર પર બેઠેલા છે. ત્યારે એટૅમિક મિસાઈલની નોક પર બેઠેલ આ શાંતિ કેટલી આભસી છે તેનો ખ્યાલ આપણને રશિયા-યુક્રેન યુદ્ધે જણાવી દીધો છે.

બાકી યુદ્ધો નો ઇતિહાસ તપાસો તો ખ્યાલ આવે કે, યુદ્ધમાં કેટલા નિર્દોષ લોકો એક તાનાશાહ ની ઝીદ ના પગલે હોમાય છે.અત્યારે જો કે, લોકોની લાગણી ઝેલેન્સકી અને યુક્રેન તરફ ઢળી છે. પરંતુ હકીકત તે છે કે, રશિયા ક્યાંક સાચું છે. ઝેલેન્સકીની ઝિદ જે સંગઠન સાથે જોડાવવા માટે છે તેણે ઓલરેડી તેની વિશ્વાસઘાતી માનસિકતા જગજાહેર કરી દીધી છે. અને તેને યુદ્ધ માટે ઉક્સાવનાર દેશો પણ દગાબાઝી કરી ચુક્યા છે. પછી કોના માટે આ આરપારની લડાઈ છે? રશિયા મહાસત્તાની રેસ માં જ્યાં પહેલેથી જ સામેલ છે, ત્યાં તે તેની ઈમેજના કારણે પણ યુક્રેનને કોઈપણ ભોગે નહીં જ બક્ષે.. બરબાદ થવાનુ યુક્રેનની પ્રજાએ જ આવશે. શરણાગતિ આજ નહીં તો કાલે સ્વીકારવાની જ છે. પછી ઝિદ શા માટે? આટલા લોકોના બલિદાન કેમ ?

કિવ ની સ્થિતિ સિરિયાની યાદ અપાવી જાય છે. એક સમૃદ્ધ અને વિકસિત શહેર બહુ ઝડપથી ખંડેરમાં ફેરવાઈ જવાની અણી પર છે. અને બીજી વાત તે છે કે, ઝેલેન્સકી ની વીરતા અને દેશપ્રેમને સલામ કરવાનું મન થાય પરંતુ આ વીરતા ઝીદ્દી ન હોવી જોઈએ. સમજદારી પણ ક્યાંક મહત્વની હોય છે. નાટો ના સભ્ય બની બરબાદી વહોરવી અને કાયમી ધોરણે વિવાદો કે છમકલાં વહોરવા તેમાં ક્યાંય ડહાપણ નથી. રશિયા તેની સીમ માં નાટો સંગઠનનો પગરવ સહન ન જ કરી શકે. કેમ કે, આ મહાસત્તા માટે નીચું જોણા થાય તેવી બાબત છે. અને આવતી કાલે અગર આ બાબત જ વિશ્વના સમીકરણો બદલનાર હશે, તો ભારત માટે પણ આ યુદ્ધ નવા સમીકરણો બની શકે છે. અને ભારત જ કેમ દુનિયા માટે પણ સત્તાના કેન્દ્રો બદલી નાખનાર આ યુદ્ધ બની શકે છે.

ત્યારે આખરમાં કેટલાય લોકોના બલિદાન અને શહીદી બાદ યુદ્ધ સંકેલાશે.. પરંતુ યુદ્ધ તો ચંદ રોઝ આતી હૈ…જિંદગી બરસો તલક રોતી હૈ..ની જેમ જેના સ્વજનો આ યુદ્ધમાં હોમાશે તે કદી પાછા નહીં આવે..બોર્ડર ફિલ્મ ના યુદ્ધની જેમ આ યુદ્ધ આખરે એક ઉન્માદ જેવું સાબિત થશે…ઝેલેન્સકીએ નિર્દોષો ને ભોગે ઝિદ છોડી દેવી જોઈએ…કેમકે, આજે નહીં તો કાલે રશિયા સાથે સંધિ તો કરવી જ પડશે.

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક