Not Set/ પોસ્ટ ઓફિસમાં ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકાશે,જાણી લો કે કેવી રીતે ફાયદો કરાવશે આ સ્કીમ

નવી દિલ્હી, સેવિંગ એકાઉન્ટની જેમ હવે લોકો બેંકો અને પોસ્ટ ઓફિસમાં ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ પણ ખોલાવી શકશે. ગોલ્ડ સેક્ટરમાં મોટાપાયે પરિવર્તન માટે નાણાં મંત્રાલયે નવી ગોલ્ડ પોલીસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને સંસદીય સમિતિએ મંજુરી આપી દીધી છે. તેમજ ટૂંક સમયમાં આ ડ્રાફ્ટને મંજુરી માટે કેબિનેટ સમક્ષ પણ રજુ કરવામાં આવશે. નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓના […]

Trending Uncategorized Business
post office 1 પોસ્ટ ઓફિસમાં ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકાશે,જાણી લો કે કેવી રીતે ફાયદો કરાવશે આ સ્કીમ

નવી દિલ્હી,

સેવિંગ એકાઉન્ટની જેમ હવે લોકો બેંકો અને પોસ્ટ ઓફિસમાં ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ પણ ખોલાવી શકશે. ગોલ્ડ સેક્ટરમાં મોટાપાયે પરિવર્તન માટે નાણાં મંત્રાલયે નવી ગોલ્ડ પોલીસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને સંસદીય સમિતિએ મંજુરી આપી દીધી છે. તેમજ ટૂંક સમયમાં આ ડ્રાફ્ટને મંજુરી માટે કેબિનેટ સમક્ષ પણ રજુ કરવામાં આવશે.

નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારનો ઉદ્દેશ્ય આ યોજના અંતર્ગત લોકોને સેવિંગ એકાઉન્ટની મદદથી ગોલ્ડ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી કરીને સોનાની આયાત ઘટાડી શકાય. આ યોજનાથી માર્કેટમાં સોનાનો ફ્લો વધશે અને બજારમાં સોનાની માંગ કરતા વધુ સોનુ ઉપલબ્ધ હશે.

નાણાં મંત્રાલયના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ યોજના સરકાર શહેરોની સાથે ગામડાઓમાં પણ મોટાપાયે લોન્ચ કરવા માંગે છે. જેથી ગ્રામીણ લોકો પણ તેનો લાભ ઉઠાવી શકે. આ માટે સરકાર બેંકોની સાથે-સાથે પોસ્ટ ઓફિસ ચેનનો ઉપયોગ કરશે.

સુત્રોના જણાવ્યા મુજબ, ગોલ્ડ સેવિંગ એકાઉન્ટમાં જમા નાણાંની સામે સોનુ મળશે. જાકે તેમાં એ વિકલ્પ પણ આપવામાં આવશે કે તે ઇચ્છે તો સોનુ અથવા પૈસા ગમે તે ઉપાડી શકે. પૈસા ઉપાડવા પર કોઈ કેપિટલ ગેઈન્સ ટેક્સ પણ નહીં લાગે. ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત જેટલુ વ્યાજ આપવામાં આવે છે તેટલુ જ વ્યાજ ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ પર આપવામાં આવશે. એટલે કે ૨.૫ ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવશે.  સરકાર ઇચ્છે છે કે દેશમાં સોનાની આયાત ઘટે. અત્યારે ભારત વાર્ષિક ૧૩૧.૨ ટન સોનાની આયાત કરે છે.

કેવી રીતે કમ કરશે ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ

ગોલ્ડ સેવીંગ એકા ઉન્ટમાં જમા પૈસા જેટલું સોનું મળશે. જોકે આમાં વિકલ્પો મળશે લોકો પૈસા ઉપાડતી વખતે સોનું કે પૈસા જે ઇચ્છે તે ઉપાડી શકશે. પૈસા ઉપાડતી વખતે કનિદૈ લાકિઅ તેના પર કેપીટલ ગેઇન્સ ટેક્ષ નહીં લાગે સોવરેન બોન્ડ સ્કીમમાં જેટલું વ્યાજ બેંક આપે છે તેટલુંજ વ્યાજ ગોલ્ડ સેવીંગ એકાઉન્ટમાં મળશે એટલે કે કનિદૈ લાકિઅ ૨.૫ ટકા વ્યાજ અકિલા મળશે. એક ખાસ વાત એ છે કે પૈસા ઉપાડતી વખતે જેટલુ સોનુ મળશે તેના પર ઇમ્પોર્ટ ડયુટી નહી લાગે પી પી જવેર્લ્સના વાઇસ પ્રેસીડેન્ટ કનિદૈ લાકિઅ પવન ગુપ્તાનું કહેવું છે કે આ સ્કીમ દ્વારા સામાન્ય માણસોને સોનું ખરીદવા અકીલા માટે બચતનો વિકલ્પ મળશે. આ ઉપરાંત સરકારે પૈસા ઉપાડવાનો કનિદૈ લાકિઅ વિકલ્પ રાખ્યો છે તે પણ તર્કસંગત છે કોઇને જરૂર પડે તો સોનું લેવાને બદલે પૈસા પણ ઉપાડી શકશે.