Not Set/ ભારતથી મળી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આ સદસ્ય જીવન ટૂંકાવવા માંગતો હતો, જાણો કોણ છે તે

ભારત તરફથી મળેલી કારમી હાર બાદ પાકિસ્તાન ટીમ ચૌ તરફથી બદનામ થઇ રહી હતી. ખુદ પાકિસ્તાનનાં દર્શકો અને ક્રિકેટનાં દિગ્ગજ ખેલાડીઓ આ હાર બાદ ગુસ્સે ભરાઇ ગયા હતા. ચારે દિશાઓમાં થઇ રહેલી બદનામીને જોતા પાકિસ્તાન ટીમનાં મુખ્ય કોચ મિકી આર્થરે કહ્યુ કે, ભારતની વિરુદ્ધ હાર મળ્યા બાદ તેમને એટલુ ખરાબ લાગ્યુ હતુ કે તેમણે આત્મહત્યા […]

Top Stories Sports
836727 15ph 2019 06 15t135222z313455129rc1a47f40da0rtrmadp3cricket worldcup ind pak preview ભારતથી મળી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આ સદસ્ય જીવન ટૂંકાવવા માંગતો હતો, જાણો કોણ છે તે

ભારત તરફથી મળેલી કારમી હાર બાદ પાકિસ્તાન ટીમ ચૌ તરફથી બદનામ થઇ રહી હતી. ખુદ પાકિસ્તાનનાં દર્શકો અને ક્રિકેટનાં દિગ્ગજ ખેલાડીઓ આ હાર બાદ ગુસ્સે ભરાઇ ગયા હતા. ચારે દિશાઓમાં થઇ રહેલી બદનામીને જોતા પાકિસ્તાન ટીમનાં મુખ્ય કોચ મિકી આર્થરે કહ્યુ કે, ભારતની વિરુદ્ધ હાર મળ્યા બાદ તેમને એટલુ ખરાબ લાગ્યુ હતુ કે તેમણે આત્મહત્યા કરવા વિશે વિચારી લીધુ હતુ.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ભારતીય ટીમે 16 જૂનનાં રોજ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર થયેલી મેચમાં પાકિસ્તાનને ડકવર્થ-લુઈસ નિયમનાં આધારે 89 રને માત આપી હતી. વિશ્વકપમાં ભારતની વિરુદ્ધ પાકિસ્તાનની આ સાતમી હાર હતી. જો કે દક્ષિણ આફ્રિકાને 49 રનોથી માત આપી પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં ધમાકેદાર કમબેક કર્યુ છે.

શું કહ્યુ કોચ આર્થરે?

dc Cover 7h22ap35n83441ma0qi534jt97 20181106092903.Medi ભારતથી મળી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આ સદસ્ય જીવન ટૂંકાવવા માંગતો હતો, જાણો કોણ છે તે

આર્થરનું કહેવુ છે કે, છેલ્લા રવિવારે હુ મારુ જીવન ટૂંકાવવા માંગતો હતો. પરંતુ તે માત્ર એક જ ખરાબ પ્રદર્શન હતુ. તે બહુ જલ્દી થયુ. તમે એક મેચ હારો છો પછી બીજી મેચ હારો છો. મીડિયા સવાલો ઉભા કરે છે, લોકોની આશાઓ અને તમે માત્ર આ બધાથી બચવા માંગો છો. અમે બધાએ આ નજીકથી જોયુ છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તાન હાલમાં છ મેચ બાદ પાંચ અંકોની સાથે પોઈન્ટ ટેબલ પર સાતમાં સ્થાને છે. તે ધ્યાન જરૂર રાખવુ જોઇએ કે, વેસ્ટ ઈંન્ડિઝમાં 2007માં આયોજીત વિશ્વકપનાં ગ્રુપ ચરણમાં પાકિસ્તાનનાં બહાર થયા બાદ પૂર્વ કોચ બોબ વૂલ્મરની રહસ્યમય પરિસ્થિતિમાં મોત થઇ ગઇ હતી.

sp26 India v Pakistan in Dubai ભારતથી મળી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આ સદસ્ય જીવન ટૂંકાવવા માંગતો હતો, જાણો કોણ છે તે

પાકિસ્તાનની ટીમનાં ભારત સામે હાર બાદ તેના કેપ્ટન સરફરાજને પણ ઘણુખરુ સાંભળવાનું આવ્યુ હતુ. જો કે ટૂર્નામેન્ટમાં હજુ પાકિસ્તાનની આશા અકબંધ છે. જે પ્રકારની આલોચના પાકિસ્તાન ક્રિકેટ ટીમને છેલ્લા અઠવાડિયામાં સાંભળવી પડી છે તે જોતા હવે ટીમ કોઇ પણ પગલુ ભરતા ચોક્કસ વિચાર કરે તો કોઇ નવાઇ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.