Not Set/ રક્ષા સચિવ સંજય મિત્રાને ડીઆરડીઓ પ્રમુખનું અતિરિક્ત કાર્યભાર સોંપાયું

રક્ષા સચિવ સંજય મિત્રાને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલેપમેંટ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખના પદની વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે. પ્રખ્યાત વિજ્ઞાનિક એસ ક્રિસ્ટોફરનું ડીઆરડીઓ પદનું કાર્યકાળ સમાપ્ત થયા બાદ સંજય મિત્રાને આ પદની વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે યોગ્ય સત્તાધિકારોએ મિત્રાને ત્રણ મહિના માટે ડીઆરડીઓ ના […]

Top Stories India
sanjay 3313 રક્ષા સચિવ સંજય મિત્રાને ડીઆરડીઓ પ્રમુખનું અતિરિક્ત કાર્યભાર સોંપાયું

રક્ષા સચિવ સંજય મિત્રાને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલેપમેંટ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખના પદની વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે. પ્રખ્યાત વિજ્ઞાનિક એસ ક્રિસ્ટોફરનું ડીઆરડીઓ પદનું કાર્યકાળ સમાપ્ત થયા બાદ સંજય મિત્રાને આ પદની વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે યોગ્ય સત્તાધિકારોએ મિત્રાને ત્રણ મહિના માટે ડીઆરડીઓ ના સચિવ તથા ડીઆરડીઓ ના ચેરમેનનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તેઓ મંગળવારના રોજ આ નવું કાર્યભાર સંભાળશે.

ક્રિસ્ટોફરને ગત વર્ષે મે મહિનામાં એક વર્ષનું સેવા વિસ્તાર આપવામાં આવ્યું હતું. તેમનો વિસ્તાર કાર્યકાળ સોમવાર 28 મે ના રોજ સમાપ્ત થઇ ગયું છે. તેમને મેં 2015 માં બે વર્ષ માટે ડીઆરડીઓના ડાયરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા હતા.