Not Set/ #Delhi/ બવાનાની આ ફેક્ટ્રીમાં લાગી ભયંકર આગ, ફાયર બ્રિગેડની 14 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

ઉનાળો શરૂ થયો અને આગથી વિનાશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં રવિવારે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયર બ્રિગેડની 14 ગાડીઓને બોલાવવી પડી હતી. અત્યારે આગને કાબુમાં મેળવવાનું ચાલુ છે. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા સાવચેતીનાં પગલા તરીકે આસપાસનાં મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે. […]

India
ba9480b22ab6c8bc979d1af24171d023 1 #Delhi/ બવાનાની આ ફેક્ટ્રીમાં લાગી ભયંકર આગ, ફાયર બ્રિગેડની 14 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

ઉનાળો શરૂ થયો અને આગથી વિનાશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં રવિવારે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયર બ્રિગેડની 14 ગાડીઓને બોલાવવી પડી હતી. અત્યારે આગને કાબુમાં મેળવવાનું ચાલુ છે. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા સાવચેતીનાં પગલા તરીકે આસપાસનાં મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે.

આ કેસમાં દિલ્હી ફાયર સર્વિસનાં ડિરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે, તેમને રવિવારે સવારે બવાના સ્થિત કાર્ડ બોર્ડ ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર મળ્યા. જે બાદ 14 ફાયર ગાડીઓને સ્થળ પર મોકલી દેવામાં આવી. આગ પર કાબૂ મેળવી લેવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ પૂરો પ્રયત્ન કરી રહી છે. વળી આ ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે, આગ કેવી રીતે શરૂ થઈ તે તપાસનો વિષય છે. આગ કાબૂમાં લેવામાં આવ્યા બાદ તેની તપાસ કરવામાં આવશે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પણ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.