Not Set/ Delhi Assembly Elections 2020/ કેજરીવાલની સામે કોંગ્રેસ મુકી શકે છે આ ચહેરો

વિધાનસભાની ચૂંટણીઓની ગણતરી શરૂ થઈ ગઈ છે, ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ, સીએમ અરવિંદ કેજરીવાલ સામે દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય નેતા શીલા દિક્ષિતની પુત્રી લતિકા દીક્ષિતને મેદાનમાં ઉતારી ટિકિટ આપી શકે છે. જો કે રાજેશ લિલોઠિયાએ સોનિયા ગાંધી સમક્ષ કેજરીવાલ સામે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે, વળી અટકળો તે પણ […]

Top Stories India
Kejriwal Delhi Assembly Elections 2020/ કેજરીવાલની સામે કોંગ્રેસ મુકી શકે છે આ ચહેરો

વિધાનસભાની ચૂંટણીઓની ગણતરી શરૂ થઈ ગઈ છે, ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ, સીએમ અરવિંદ કેજરીવાલ સામે દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય નેતા શીલા દિક્ષિતની પુત્રી લતિકા દીક્ષિતને મેદાનમાં ઉતારી ટિકિટ આપી શકે છે. જો કે રાજેશ લિલોઠિયાએ સોનિયા ગાંધી સમક્ષ કેજરીવાલ સામે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે, વળી અટકળો તે પણ છે કે અહી કોંગ્રેસ અલકા લાંબાને મેદાનમાં ઉતારી શકે છે.

આપને જણાવી દઇએ કે, પાર્ટીનું એક જૂથ લતિકાને આ બેઠક પરથી ઉભા રહેવાની માંગ કરી રહ્યુ છે કારણ કે તેમને લાગે છે કે લતિકા આ બેઠક પર શીલા દીક્ષિત સાથે સહાનુભૂતિ રાખનારા મતદારોનાં મતો મેળવી શકે છે, જો કે હાલમાં પક્ષની અંદર મંથન ચાલુ છે. નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસ આ બેઠક પર આપ પાર્ટીથી બે વાર હારનો સામનો કરી ચૂકી છે, પહેલા 2013 માં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતે અહીં કેજરીવાલ સામે લડ્યા હતા, જેમાં તેમને કારમી હાર મળી હતી. આ પછી, ભૂતપૂર્વ મંત્રી કિરણ વાલિયાને પણ 2015 ની ચૂંટણીમાં અહીં હારનો સામનો કરવો પડ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, ભૂતપૂર્વ સીએમ દીક્ષિતની પુત્રી લતિકાએ એક મુસ્લિમ યુવાન સઈદ મોહમ્મદ ઇમરાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ સાથે રહી શક્યા નહીં અને 20 વર્ષ પછી બંને છૂટા થયા, લતિકા આ ​​લગ્નમાં ઘરેલું હિંસાનો શિકાર બની હતી. જે પછી તેના પતિની ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે લતિકા દિલ્હીની ચૂંટણીથી રાજકારણમાં ઉતરી શકે છે, ત્યારે આ અટકળો કેટલી સાચી સાબિત થાય છે તે જોવાનું રહેશે. આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.