મુલાકાત/ દિલ્હીના મુખ્યમંત્રી અયોધ્યાની બે દિવસની મુલાકાતે,સરયુ નદી કિનારે સાંજની આરતીમાં સામેલ થયા

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અયોધ્યાની બે દિવસની મુલાકાતે છે. પ્રવાસના પહેલા દિવસે કેજરીવાલે સરયુ નદીના કિનારે સાંજે આરતીમાં હાજરી આપી હતી

Top Stories India
aarti દિલ્હીના મુખ્યમંત્રી અયોધ્યાની બે દિવસની મુલાકાતે,સરયુ નદી કિનારે સાંજની આરતીમાં સામેલ થયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અયોધ્યાની બે દિવસની મુલાકાતે છે. પ્રવાસના પહેલા દિવસે કેજરીવાલે સરયુ નદીના કિનારે સાંજે આરતીમાં હાજરી આપી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત જય શ્રી રામના ઉદ્ગારથી કરી હતી. કેજરીવાલે કહ્યું કે આજે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને ભગવાન શ્રી રામના જન્મ સ્થળ અયોધ્યાની મુલાકાત લેવાનો મોકો મળ્યો અને મા સરયુની આરતી કરવાનો લહાવો મળ્યો. આ અવસર પર હું દિલ્હીના કલ્યાણ માટે, ઉત્તર પ્રદેશના કલ્યાણ માટે અને દેશના કલ્યાણ માટે મા સરયૂને પ્રાર્થના કરવા માંગુ છું.

કોરોનાનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે આ સમયે આખો દેશ કોરોના મહામારીથી ખરાબ રીતે પીડિત છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો કાબૂમાં છે, પરંતુ હું સમજું છું કે જો માતા સરયુ અને ભગવાન શ્રી રામની કૃપા હશે તો ચોક્કસ આ મહામારીમાંથી આપણને બધાને મુક્તિ મળશે. જો મને આજે મા સરયુની આરતી કરવા માટે અયોધ્યા આવવાનું સૌભાગ્ય મળ્યું, તો હું હાથ જોડીને મા સરયુને વિનંતી કરું છું કે આપણો દેશ આ મહામારીમાંથી જલ્દી છુટકારો મેળવે.