Not Set/ કર્ણાટક લાઈવ: બીજીવાર બન્યા કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી

કર્ણાટકમાં બુધવારના રોજ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર શપથગ્રહણ કરશે. જેમાં જેડીએસના એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી પદની શપથ લેશે અને દલિત નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જી પરમેશ્વરને ડેપ્યુટી સીએમનું પદની શપથ લેશે. કર્ણાટકમાં  કોંગ્રેસ-જેડીએસ સરકારના મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહ માટે વિપક્ષના નેતાઓનું આવવાનું શરુ થઇ ગયું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુ બેંગલુરુ પહોંચી ગયા છે. તેજસ્વી યાદવ, માયાવતી, મમતા બેનર્જી […]

Top Stories Trending
rahul gandhi sonia gandhi swearing in 650 625x300 1527069542232 2 કર્ણાટક લાઈવ: બીજીવાર બન્યા કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી

કર્ણાટકમાં બુધવારના રોજ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર શપથગ્રહણ કરશે. જેમાં જેડીએસના એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી પદની શપથ લેશે અને દલિત નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જી પરમેશ્વરને ડેપ્યુટી સીએમનું પદની શપથ લેશે. કર્ણાટકમાં  કોંગ્રેસ-જેડીએસ સરકારના મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહ માટે વિપક્ષના નેતાઓનું આવવાનું શરુ થઇ ગયું છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુ બેંગલુરુ પહોંચી ગયા છે. તેજસ્વી યાદવ, માયાવતી, મમતા બેનર્જી પણ બેંગલુરુ પહોંચી ગયા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સીદ્ધારમૈયાએ ટ્વીટ કરીને કુમારસ્વામી અને જી. પરમેશ્વરને શુબેચ્છાઓ આપી હતી.

4: 35 – રાજ્યપાલ વજુભાઈવાળાએ કુમારસ્વામીને અપાવી સીએમ પદની શપથ.

4:32 – બીજીવાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા એચડી કુમારસ્વામી.

 

4:03 – શપથ ગ્રહણ કાર્યક્રમમાં સોનિયા અને રાહુલ ગાંધીના પોસ્ટર્સ જોવા મળ્યા.

4:05 – અજીતસિંહ અને કમલ હાસન શપથ ગ્રહણ સમારોહમાં શામિલ થયા.

૩: 55 – યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકની નવનિર્વાચિત વિધાનસભાને સંબોધિત કરી.

૩:08 – કુમારસ્વામીના શપથગ્રહણ પહેલા અરવિંદ કેજરીવાલ, ચન્દ્રબાબુ નાયડુ, સીતારામ યચૂરીએ મુલાકત કરી.

2:37 – કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા.

  • કુમારસ્વામીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં નેતાઓને બેસવાનો કાર્યક્રમ.