Not Set/ દિલ્હી: મહિલા પત્રકાર પર લૂંટનાં ઇરાદે જીવલેણ હુમલો, એઇમ્સમાં કરાયા દાખલ

દિલ્હીમાં નારી સુરક્ષા પર ફરી ઉઠ્યા સવાલ આ વખતે પત્રકાર બન્યા ભોગ લૂંટારૂઓએ ચાલતી રીક્ષામાંથી ફેકી દીધા ગંભીર ઇજા સાથે પત્રકાર એઇમ્સમાં દાખલ દિલ્હી ફરી મહિલા સુરક્ષાને લઇને ચર્ચામાં દક્ષિણ દિલ્હીના પોર્શ વિસ્તારમાં આવેલા ગ્રેટર કૈલાશમાં રવિવારે સાંજે લૂંટ દરમિયાન બાઇક સવાર બે લૂંટારૂ ગુનેહગારે એક મહિલા પત્રકારને એક ચાલતી ઓટોમાંથી બહાર ખેંચી લીધા હતો. […]

India
journalist દિલ્હી: મહિલા પત્રકાર પર લૂંટનાં ઇરાદે જીવલેણ હુમલો, એઇમ્સમાં કરાયા દાખલ
  • દિલ્હીમાં નારી સુરક્ષા પર ફરી ઉઠ્યા સવાલ
  • આ વખતે પત્રકાર બન્યા ભોગ
  • લૂંટારૂઓએ ચાલતી રીક્ષામાંથી ફેકી દીધા
  • ગંભીર ઇજા સાથે પત્રકાર એઇમ્સમાં દાખલ
  • દિલ્હી ફરી મહિલા સુરક્ષાને લઇને ચર્ચામાં
દક્ષિણ દિલ્હીના પોર્શ વિસ્તારમાં આવેલા ગ્રેટર કૈલાશમાં રવિવારે સાંજે લૂંટ દરમિયાન બાઇક સવાર બે લૂંટારૂ ગુનેહગારે એક મહિલા પત્રકારને એક ચાલતી ઓટોમાંથી બહાર ખેંચી લીધા હતો. ઓટોમાંથી બહાર ખેંચી ફેંગોળાતા, મહિલા પત્રકાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. સીઆર પાર્ક પોલીસ સ્ટેશન દ્વારા મહિલા પત્રકારને એઈમ્સમાં દાખલ કરાયા છે. પોલીસે પીડિતાના નિવેદન પર લૂંટની કલમો હેઠળ ગુનો નોંધીને લૂંટારુઓની શોધ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલા પત્રકાર જોયમલા મૂળ બંગાળની છે અને તે દિલ્હીમાં તેના પરિવાર સાથે સીઆર પાર્ક વિસ્તારમાં રહે છે. જોયમાલા આરકેપુરમ સ્થિત એક એજન્સીમાં પત્રકાર છે. રવિવારે ડ્યુટી પરથી ડિસ્ચાર્જ થયા પછી તે સાંજે ચિતરંજન પાર્ક શોપિંગમાં ગઈ હતી. સાંજે 5 વાગ્યે તે ઓટો દ્વારા ઘરે પરત ફરી રહી હતી.

રસ્તામાં બે બાઇક સવાર ઓટોમાં પાસે આવ્યા હતા. જોયમાલા કંઇ સમજે તે પહેલાં લૂંટારુ બાઇક ચાલકોએ તેના હાથમાંથી મોબાઇલ પડાવી લેવાનો પ્રયાસ કર્યો. પીડિતાએ મોબાઇલને કડક રીતે પકડી રાખ્યો હતો. ફફડાટનાં કારણે બદમાશોએ તેને ચાલતી ઓટોમાંથી બહાર ખેંચી લીધા હતા. ઓટોમાંથી બહાર ફંગોળાઇને નીચે પડી જતા બદમાશ તેના મોબાઇલ સાથે ભાગી ગયો હતો. આ અંગે ઓટો ચાલકે પોલીસને જાણ કરી હતી.

સીઆર પાર્ક પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સોમવારે પોલીસે પીડિતાના નિવેદન લૂંટના ગુનામાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારુઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ફરી દિલ્હી મહિલા સુરક્ષાને કારણે ચર્ચામાં આવી ગયું છે.

 

    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.