Not Set/ દિલ્હી : ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પર તેમની પુત્રવધુએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નાં પૂર્વ ધારાસભ્ય મનોજ શૌકિન વિરુદ્ધ 31 ડિસેમ્બર 2018 અને આ વર્ષે 1 જાન્યુઆરીની મધ્યરાત્રિએ કથિત રીતે ગનપોઇન્ટ પર તેમની પુત્રવધુ પર દુષ્કર્મ કરી અને ધમકી આપવા બદલ કેસ નોંધ્યો છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પીડિતાએ ગુરુવારે પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ નાંગલોઇ વિધાનસભાનાં બે વખતનાં ધારાસભ્ય […]

India
Manoj Shokeen BJP MLA દિલ્હી : ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પર તેમની પુત્રવધુએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નાં પૂર્વ ધારાસભ્ય મનોજ શૌકિન વિરુદ્ધ 31 ડિસેમ્બર 2018 અને આ વર્ષે 1 જાન્યુઆરીની મધ્યરાત્રિએ કથિત રીતે ગનપોઇન્ટ પર તેમની પુત્રવધુ પર દુષ્કર્મ કરી અને ધમકી આપવા બદલ કેસ નોંધ્યો છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પીડિતાએ ગુરુવારે પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ નાંગલોઇ વિધાનસભાનાં બે વખતનાં ધારાસભ્ય શૌકીન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસનાં જણાવ્યા મુજબ પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, 31 ડિસેમ્બર 2018 નાં રોજ તેણી તેના પતિ, ભાઈ અને એક પિતરાઇ ભાઇ સાથે તેના પિયરથી મીરા બાગ સ્થિત સાસરીયે જઇ રહી હતી. પરંતુ તેના ઘરે જવાને બદલે તેનાએ પતિ તેને પશ્ચિમ વિહાર વિસ્તારની એક હોટલમાં લઈ ગયો.

એફઆઈઆર મુજબ, “જ્યારે અમે હોટલ પર પહોંચ્યા ત્યારે મારા કેટલાક સંબંધીઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે પહેલેથી જ હાજર હતા. પાર્ટી પૂરી થયા પછી અમે બપોરે 12.30 વાગ્યે મારા સાસરીએ પહોંચ્યા. મારા પતિ તેના મિત્રો સાથે બહાર ગયા અને હું સુવા ગઇ.”

પોલીસે જણાવ્યું કે, પીડિતાએ આરોપ લગાવ્યો કે બપોરે 1.30 વાગ્યે તેના સસરાએ તેને દરવાજો ખોલવાનું કહ્યું કારણ કે તેઓ તેની સાથે કોઇ વાત કરવા માંગતા હતા.

એફઆઈઆર મુજબ, “રૂમમાં આવવાની સાથે જ તેમણે મને ખોટી રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ મેં તેમને સુવા માટે જવાનુ કહ્યુ કારણ કે તેઓ દારૂનાં નશામાં હતા. પણ તેમણે પોતાની બંદૂક કાઠી, મને થપ્પડ માર્યા અને જ્યારે મેં બુમો પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે મારા ભાઈને મારી નાખવાની ધમકી આપી. આ પછી તેમણે મારા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. શરૂઆતમાં, લગ્ન અને મારા ભાઈને બચાવવા માટે મે તેમની વિરુદ્ધ ફરિયાદ કરવા પર પોતાને રોકી દીધી.”

પીડિતાએ જણાવ્યું હતું કે સાકેટ કોર્ટનાં ક્રાઇમ અગેસ્ટ વિમેન (સીએડબ્લ્યુ) સેલમાં તેના સાસરિયાઓ વિરુદ્ધ પહેલા જ ઘરેલુ હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષનાં ડિસેમ્બરમાં તેણે લગ્ન બાદ જ આ ફરિયાદ નોંધાવી હતી.

એફઆઈઆર મુજબ, “આ વર્ષે સાત જુલાઈએ મારી માતા અને પિતાને સીએડબ્લ્યુ સેલમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. આ સંદર્ભે સાકેત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બુધવારે જ્યારે હું ઘરેલું હિંસા કેસ અને મારા નિવેદનમાં સાકેત કોર્ટ પહોંચી અને મારા નિવેદન લખવા માટે સંરક્ષણ અધિકારીને મળી, ત્યારે સંબંધિત સુરક્ષા અધિકારીએ મને અને મારા પરિવારની સુરક્ષાની ખાતરી આપી. ત્યાર બાદ મે આ વિશે અધિકારી અને મારા પરિવારને જણાવ્યું.”

પોલીસનાં જણાવ્યા મુજબ, શૌકીન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને 5૦6 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે (આઉટર) કહ્યું કે, અમે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.