IPL 2023/ દિલ્હીએ મુંબઇને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો

આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL 2023માં સ્પર્ધા કરી રહ્યાં છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. દિલ્હીએ મુંબઈને 173 રનનો ટાર્ગેટ આપ્યો છે

Top Stories Sports
10 7 દિલ્હીએ મુંબઇને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો

આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL 2023માં સ્પર્ધા કરી રહ્યાં છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. દિલ્હીએ મુંબઈને 173 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીની ટીમ 19.4 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ વોર્નર (51) અને અક્ષર પટેલ (54)એ અડધી સદી ફટકારી હતી.આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અક્ષર પટેલના 25 બોલમાં 54 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે 172 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન ડેવિડ વોર્નરે 47 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી.

ટૂર્નામેન્ટમાં ડીસીની આ ચોથી અને MIની ત્રીજી મેચ છે. વોર્નર બ્રિગેડ અને રોહિત પલટન ચાલુ સિઝનમાં હજુ સુધી પોતાની જીતનું ખાતું ખોલી શક્યા નથી. જો કે મંગળવારે બેમાંથી એક ટીમ 2 પોઈન્ટ મેળવી શકશે. દિલ્હી અત્યાર સુધી લખનૌ, ગુજરાત અને રાજસ્થાન સામે હાર્યું છે જ્યારે મુંબઈ બેંગ્લોર અને ચેન્નાઈ સામે હારી ગયું છે. જણાવી દઈએ કે આઈપીએલમાં દિલ્હી અને મુંબઈ કુલ 32 વખત ટકરાયા છે. મુંબઈ 17 વખત અને દિલ્હી 15 વખત જીત્યું છે.