IPL 2021/ દિલ્હીની ટીમ ફરી પહોંચી ટોપ પર, જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કોનો છે કબ્જો

દિલ્હીએ 135 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. દિલ્હીની આ સીઝનમાં સાતમી જીત છે. આ જીત સાથે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

Sports
IPL 2021

IPL 2021 નું આયોજન આ વખતે બે ભાગમાં કરવામાં આવ્યુ છે. પ્રથમ લીગ ભારતમાં રમાઇ હતી જેમાં 29 મેચ રમાઈ હતી, તે પછી કોરોના સંક્રમણનાં કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજી લીગ યુનાઈટેડ અરબ અમીરાત (UAE) માં રમાશે તે નક્કી કરવામાં આવ્યુ હતુ. IPL નાં બીજા તબક્કામાં ગઇકાલ દિલ્હી અને હૈદરાબાદની ટીમ આમને-સામેન હતી, જેમા દિલ્હી કેપિટલ્સની ટીમે બાજી મારી હતી.

1 354 દિલ્હીની ટીમ ફરી પહોંચી ટોપ પર, જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કોનો છે કબ્જો

આ પણ વાંચો – RR vs PBKS / પંજાબ સામે મળેલી જીત રાજસ્થાનનાં કેપ્ટન સંજૂ સેમસનને પડી ભારે

આપને જણાવી દઇએ કે, IPL 2021 નાં ​​બીજા તબક્કાની ચોથી મેચ એકતરફી રહી હતી. દિલ્હી કેપિટલ્સે મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને કોઇ તક આપી ન હોતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ હૈદરાબાદની બેટિંગ સામે દિલ્હીનાં બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 134 રન બનાવી શકી હતી. આ પછી, શિખર ધવન (42), શ્રેયસ અય્યર (47 *) અને રિષભ પંત (35 *) ની ઇનિગનાં કારણે 8 વિકેટ અને 13 બોલ બાકી રહ્યા તે પહેલા દિલ્હીએ 135 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. દિલ્હીની આ સીઝનમાં સાતમી જીત છે. આ જીત સાથે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

1 350 દિલ્હીની ટીમ ફરી પહોંચી ટોપ પર, જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કોનો છે કબ્જો

સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ બાદ IPL 2021 પોઇન્ટ ટેબલની સ્થિતિ નીચે મુજબ છે.

IPL 2021 ટીમો પોઈન્ટ કોષ્ટક

1. દિલ્હી કેપિટલ્સ: મેચ – 9, જીત – 7, હાર – 2, પોઇન્ટ – 14, નેટ રન રેટ +0.613

2. ચેન્નઈ સુપર કિંગ્સ: – મેચ – 8, જીત – 6, હાર – 2, પોઈન્ટ – 12, નેટ રન રેટ 1.223

3. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: મેચ – 7, જીત – 5, હાર – 2, પોઇન્ટ – 10, નેટ રન રેટ -0.171

4. મુંબઈ ઇન્ડિયન્સ: મેચ – 7, જીત – 4, હાર – 3, પોઇન્ટ – 8, નેટ રન રેટ 0.062

5. રાજસ્થાન રોયલ્સ: મેચ – 8, જીત – 4, હાર – 4, પોઇન્ટ – 8, નેટ રન રેટ –0.154

6. કોલકાતા નાઈટ રાઈડર્સ: મેચ – 8, જીત – 3, હાર – 5, પોઈન્ટ – 6, નેટ રન રેટ 0.110

7. પંજાબ કિંગ્સ: મેચ – 9, જીત – 3, હાર – 6, પોઇન્ટ – 6, નેટ રન રેટ -0.325

8. સનરાઇઝર્સ હૈદરાબાદ: મેચ – 8, જીત – 1, હાર – 7, પોઇન્ટ – 2, નેટ રન રેટ -0.689

IPL 2021 ઓરેન્જ કેપ લિસ્ટ

1 351 દિલ્હીની ટીમ ફરી પહોંચી ટોપ પર, જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કોનો છે કબ્જો

1-શિખર ધવન (422* રન) ઓરેન્જ કેપ

2- કેએલ રાહુલ (380* રન)

3- મયંક અગ્રવાલ (327* રન)

4- ફાફ ડુ પ્લેસિસ (320* રન)

5- પૃથ્વી શો (319* રન)

IPL 2021 પર્પલ કેપ

1 352 દિલ્હીની ટીમ ફરી પહોંચી ટોપ પર, જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કોનો છે કબ્જો

1- હર્ષલ પટેલ (17 વિકેટ) પર્પલ કેપ

2- અવેશ ખાન (14 વિકેટ)

3- ક્રિસ મોરિસ (14 વિકેટ)

4- અર્શદીપ સિંહ (12 વિકેટ)

5- રાહુલ ચાહર (11 વિકેટ)

આ પણ વાંચો – IPL 2021 / વિરાટ કોહલી ચાલુ IPL માં છોડી શકે છે RCB ની કેપ્ટનશીપ

કઇ ટીમનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે?

1 353 દિલ્હીની ટીમ ફરી પહોંચી ટોપ પર, જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કોનો છે કબ્જો

IPL 2021 નાં ​​પહેલા તબક્કામાં સૌથી વધુ સ્કોર જે ટીમનાં નામે નોંધાયેલો છે તે હાલમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. અમે વાત કરી રહ્યા છીએ પંજાબ કિંગ્સની. 12 એપ્રિલ 2021 નાં ​​રોજ મુંબઈમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં પંજાબની ટીમે 6 વિકેટે 221 રન બનાવ્યા હતા. તે મેચમાં રાજસ્થાન રોયલ્સે પણ યોગ્ય જવાબ આપ્યો હતો અને 7 વિકેટનાં નુકસાને 217 રન બનાવ્યા હતા પરંતુ તેઓ માત્ર 4 રનથી ચૂકી ગયા હતા.