Not Set/ #DelhiAssemblyElection2020/ કેજરીવાલે હનુમાન ચાલીસા ગાઇ, કહ્યું – હું પ્રખર ભક્ત છું, જુઓ વીડિયો…

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે હવે વધારે સમય બાકી નથી. 8 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠકો પર મતદાન થશે. આવી સ્થિતિમાં તમામ મોટી પાર્ટીઓના નેતાઓ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખાનગી એક ટીવી ચેનલના કાર્યક્રમમાં પોતાને કટ્ટર હનુમાન ભક્ત ગણાવ્યા હતા. આ સિવાય તેમણે હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યો હતો… ખાનગી ચેનલના કાર્યક્રમમાં ભાગ લેતી […]

Top Stories Gujarat Assembly Election 2022 India
ak #DelhiAssemblyElection2020/ કેજરીવાલે હનુમાન ચાલીસા ગાઇ, કહ્યું - હું પ્રખર ભક્ત છું, જુઓ વીડિયો...

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે હવે વધારે સમય બાકી નથી. 8 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠકો પર મતદાન થશે. આવી સ્થિતિમાં તમામ મોટી પાર્ટીઓના નેતાઓ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખાનગી એક ટીવી ચેનલના કાર્યક્રમમાં પોતાને કટ્ટર હનુમાન ભક્ત ગણાવ્યા હતા. આ સિવાય તેમણે હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યો હતો…

ખાનગી ચેનલના કાર્યક્રમમાં ભાગ લેતી વખતે, અરવિંદ કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે હનુમાન ભક્ત કહો છો, તો શું તમાને હનુમાન ચાલીસા આવડે છે? જવાબમાં તુરંત કેજરીવાલે કહ્યું કે હા, હું તે ગાવાનો પ્રયત્ન કરીશ. હનુમાન ચાલીસા ઘણી શાંતિ મળે છે. ‘ દિલ્હીના સીએમએ આ પછી હનુમાન ચાલીસા આરીતે ગાઇને સંભળાવી હતી. 

ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલને લઈને ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં ખૂબ આક્રમક છે. ભાજપના ઘણા નેતાઓ સતત કેજરીવાલ પર નિશાન સાધતા રહ્યા છે. દિલ્હીમાં ભાજપના ચૂંટણી પ્રભારી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે કેજરીવાલ નિર્દોષ ચહેરો બનાવી રહ્યા છે અને લોકોને પૂછે છે કે શું તે આતંકવાદી છે?  જાવડેકરે કહ્યું કે, તમે (કેજરીવાલ) આતંકવાદી જ હોવા જોઈએ અને આના પુરાવા ઘણા છે.

8 ફેબ્રુઆરીએ  મતદાન – 11 ફેબ્રુઆરીએ પરિણામ 

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી હતી. આ સિવાય ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી હતી. દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો છે જેમાંથી 58 સામાન્ય કેટેગરીમાં છે જ્યારે 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.