Not Set/ #DelhiAssemblyElectionResult2020/ અલકા લાંબાએ માની હાર, જણાવ્યું તેની પાછળનું કારણ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ આપ વલણોમાં 55 થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપનાં ખાતામાં આશરે 15 બેઠકો હોવાનું જણાઈ રહ્યું છે, ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસ ખાતા ખોલી શકી ન હોતી. આ દરમિયાન, ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાનાર અલકા લાંબાએ હાર સ્વીકારી લીધી છે. જણાવી દઇએ કે અલકા લાંબાને ચાંદની […]

Top Stories India
alka lamba #DelhiAssemblyElectionResult2020/ અલકા લાંબાએ માની હાર, જણાવ્યું તેની પાછળનું કારણ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ આપ વલણોમાં 55 થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપનાં ખાતામાં આશરે 15 બેઠકો હોવાનું જણાઈ રહ્યું છે, ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસ ખાતા ખોલી શકી ન હોતી. આ દરમિયાન, ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાનાર અલકા લાંબાએ હાર સ્વીકારી લીધી છે. જણાવી દઇએ કે અલકા લાંબાને ચાંદની ચોક બેઠક પર 2000 વોટ પણ હજુ સુધી મળી શક્યા નથી.

અલકા લાંબાએ ટ્વિટર પર લખ્યું હતું કે, હું પરિણામ સ્વીકારું છું, પરંતુ હાર નહીં, હિન્દુ-મુસ્લિમ મતોનું સંપૂર્ણ ધ્રુવીકરણ કરવામા આવ્યુ. તેમણે લખ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ હવે નવા ચહેરાઓ સાથે નવી લડત અને દિલ્હીનાં લોકો માટે લાંબી લડતની તૈયારી કરવાની રહેશે, અલકાએ વધુમાં લખ્યું છે કે, જો તેઓ આજે લડશે તો આવતી કાલે જીત મેળવી શકશે. વળી કોંગ્રેસનાં પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ કહ્યું કે, ‘અમે હાર સ્વીકારીએ છીએ, અમને જનાદેશ મળ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરોમાં હતાશા નહીં, નવનિર્માણનો સંકલ્પ છે. અમે દિલ્હી માટે કામ કરતા રહીશું.

વળી ભાજપ પૂર્વ દિલ્હીનાં ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીરએ કહ્યું, ‘અમે પરિણામ સ્વીકારીએ છીએ અને અરવિંદ કેજરીવાલ અને દિલ્હીનાં લોકોને અભિનંદન પાઠવીએ છીએ. અમે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, એવું લાગે છે કે અમે દિલ્હીનાં લોકોને મનાવી શક્યા નહીં. મને આશા છે કે સીએમ અરવિંદ કેજરીવાલનાં નેતૃત્વમાં દિલ્હીનો વિકાસ થશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.