ઉના/ દેલવાડા ગ્રા. પંચાયતની ચુંટણીમાં પુત્રવધુની સામે સાસુની કારમી હાર….

ઉના પંથકની ૬૬ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સૈથી ચર્ચાસ્પદ ચુંટણી તાલુકાના દેલવાડા ગામની હોય કે જ્યાં સાસુ અને પુત્રવધુએ સામ સામે ચુંટણી જંગમાં ઝંપલાવ્યુ હોય અને બન્નેએ ૧૬-૧૬ સભ્યોની પેનલ મેદાનમાં ઉતારી હતી

Gujarat
Untitled 53 દેલવાડા ગ્રા. પંચાયતની ચુંટણીમાં પુત્રવધુની સામે સાસુની કારમી હાર....

ઉના પંથકની ૬૬ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સૈથી ચર્ચાસ્પદ ચુંટણી તાલુકાના દેલવાડા ગામની હોય કે જ્યાં સાસુ અને પુત્રવધુએ સામ સામે ચુંટણી જંગમાં ઝંપલાવ્યુ હોય અને બન્નેએ ૧૬-૧૬ સભ્યોની પેનલ મેદાનમાં ઉતારી હતી. અને બન્ને બાજુએથી મતદારોને રીઝવા હાઇટેડ ચુંટણી પ્રચાર પણ કરવામાં આવેલ અને ચુસ્ત પોલીસ બંધોબસ્ત નીચે દેલવાડા ગ્રામ પંચાયતની ૧૬ બેઠકનું ૬૧ ટકા જેટલુ મતદાન થયેલ હતું.

દેલવાડા ગ્રામ પંચાયતની ચુંટણી આ વખતે સરપંચ પદ મહીલા અનામત હોવાથી ગતટર્મના સરપંચ રહેલા વિજયભાઇ બાંભણીયાએ તેમની પત્નિ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાને મેદાનમાં ઉતારેલ તો સામે વિજયભાઇની માતા જીવીબેન બાંભણીયાએ પણ ૧૬ સભ્યોની પેનલ બનાવી ચુંટણી જંગમાં પુત્રવધુ સામે મોરચો માંડ્યો હતો. આ ચુંટણીમાં પૂજાબેન તરફથી ચુંટણીની કમાન તેમના પતિ વિજયભાઇએ સંભાળી હતી. તો સામાપક્ષે તેમની માતા જીવીબેન બાંભણીયાની ચુંટણી કમાન તેમના નાના પુત્ર એટલેકે વિજયભાઇના નાનાભાઇ રાહુલ બાંભણીયાએ સંભાળી હતી. આમ પુત્રવધુ અને સાસુ તથા બન્ને ભાઇઓ મતદારોને રીઝવવા મેદાને પડ્યા હતા.

Untitled 52 દેલવાડા ગ્રા. પંચાયતની ચુંટણીમાં પુત્રવધુની સામે સાસુની કારમી હાર....

અને ચુંટણી પુર્ણ થયા બાદ પોત પોતાની જીતના દાવા પણ કરતા હતા. ત્યારે ગઇકાલે મત ગણતરી શરૂ થતાં સાથે પુત્ર વધુની પેનલને જીતનો પ્રારંભ કરતા રાત સુધીમાં તમામ ૧૬ પેનલ ઉપર પુત્રવધુની પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો. અંતમાં સરપંચ પદના મતોની ગણતરી થતાં સાસુ જીવીબેનને ૨૨૦૨ મતો જ્યારે પુત્રવધુ પુજાબેનને ૩૩૭૪ મત મળતા પુત્રવધુ પુજાબેનનો ૧૧૭૨ મતે જંગી બહુમતીથી વિજય થતાં જીવીબેનની છાવણીમાં સન્નાટો છવાય ગયો હતો.