શિયાળો/ રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો, નલિયા બન્યું સૌથી ઠંડુગાર

રાજ્યમાં શનિવારનાં દિવસે ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો થયો હતો, જે આજે વહેલી સવારે પણ યથાવત છે. જો કે ઘણા વિસ્તારોમાં વહેલી સવારે પવન સાથે ઠંડી વધી હતી.

Top Stories Gujarat Others
રાજ્યમાં ઠંડી
  • રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો
  • વહેલી સવારે પવન સાથે વધી ઠંડી
  • આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે
  • હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત
  • 13.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

રાજ્યમાં શનિવારનાં દિવસે ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો થયો હતો, જે આજે વહેલી સવારે પણ યથાવત છે. જો કે ઘણા વિસ્તારોમાં વહેલી સવારે પવન સાથે ઠંડી વધી હતી, પરંતુ થોડા દિવસો પહેલા જે ઠંડી હતી તેના કરતા આ ઓછી હતી.

આ પણ વાંચો – નવી મુસિબત / સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા Omicron વેરિઅન્ટથી અત્યાર સુધી નથી થયુ કોઇ મોત : WHO

આપને જણાવી દઇએ કે, આજે સવારે વાતાવરણમાં થોડી ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો પરંતુ તે બે-ત્રણ દિવસ પહેલાની ઠંડીની સરખામણીએ ઓછી અનુભવાઇ રહી હતી. પાછલા ઘણાં દિવસોથી ગુજરાતનાં લગભગ તમામ વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. શનિવારની સરખામણીમાં આજે એટલે કે રવિવારનાં રોજ રાજ્યનાં મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં એક-બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાની સાથે રાજ્યભરમાં લોકોને ઠંડી અનુભવાઈ હતી. નલિયાની વાત કરીએ તો અહીં તાપમાન 13.0 ડિગ્રી સુધી પહોંચી જતા સવારે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. જો કે તેનાથી વિપરીત હવામાન વિભાગનું કહેવુ છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અહીં પણ બે દિવસમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યુ છે, જેના કારણે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો વોકિંગ અને સાયકલિંગ કતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો – બેઠક / બિડેન અને પુતિન વચ્ચે 7 ડિસેમ્બરે બેઠક થઇ શકે છે! યુક્રેન પર થઈ શકે છે ચર્ચા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાતાવરણ પલટાયું ત્યારથી તાપમાનમાં સતત ફેરફાર થઇ રહ્યો છે. લોકો ફૂલગુલાબી ઠંડીનાં કારણે થોડા પરેશાન થઈ રહ્યા હતા. પરંતુ પાછલા 2 દિવસથી અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો હતો.