Not Set/ ભારતમાં બિલ ગેટ્સની ધરપકડની ઉઠી માંગ, #ArrestBillGates ટ્વિટર પર થઇ રહ્યુ છે ટ્રેન્ડ

માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સે ભારતમાં આદિવાસી બાળકો પર રસીનાં અનધિકૃત ક્લિનિકલ ટ્રાયલ માટે એક એનજીઓને નાણાં આપ્યા છે.

Top Stories World
1 81 ભારતમાં બિલ ગેટ્સની ધરપકડની ઉઠી માંગ, #ArrestBillGates ટ્વિટર પર થઇ રહ્યુ છે ટ્રેન્ડ

માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સે ભારતમાં આદિવાસી બાળકો પર રસીનાં અનધિકૃત ક્લિનિકલ ટ્રાયલ માટે એક એનજીઓને નાણાં આપ્યા છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તાજેતરમાં પત્ની મેલિન્ડા ગેટ્સ સાથેનાં છૂટાછેડા કરાર અને માઇક્રોસોફ્ટમાં એક મહિલા કર્મચારી સાથેનાં તેમના ગેરકાયદેસર સંબંધોને લઈને વિવાદોમાં ફસાયેલા બિલ ગેટ્સ વિરુદ્ધ આ આરોપો ગંભીર ચિંતાનો વિષય છે.

1 82 ભારતમાં બિલ ગેટ્સની ધરપકડની ઉઠી માંગ, #ArrestBillGates ટ્વિટર પર થઇ રહ્યુ છે ટ્રેન્ડ

લંડન / બ્રિટિશ PM બોરિસ જ્હોનસને ગુપ્ત રીતે પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન

માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સ હાલમાં તેની પત્ની મેલિન્ડા ગેટ્સથી છૂટાછેડા અને મહિલા કર્મચારી સાથેનાં તેમના ગેરકાયદેસર સંબંધોને લઈને વિવાદોમાં ઘેરાયેલા છે. આ વિવાદોની વચ્ચે બિલ ગેટ્સને લઈને ભારતમાં એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલ ગ્રેટ ગેમ ઈન્ડિયા નામનાં મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. ગ્રેટ ગેમ ઈન્ડિયા મેગેઝિનએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (બીએમજીએફ) એ ભારતમાં આદિવાસી બાળકો પર રસીનું ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે એક બિન-સરકારી સંસ્થા પાસેથી ભંડોળ પૂરું પાડ્યું હતું. પરંતુ આ ટ્રાયલમાં ભાગ લેનારા બાળકો અને તેમના માતાપિતાને આના જોખમો વિશે માહિતી આપવામાં આવી ન હોતી. આ ટ્રાયલ તેમણે કોઈ જાહેરાત કર્યા વિના કર્યું. ભારતમાં, ટ્રાયલ 2009 માં તેલંગાનાનાં ખમ્મમમાં કરવામાં આવ્યુ હતુ, જેમાં 14,000 થી વધુ આદિવાસી છોકરીઓ હતી. બધી છોકરીઓ 10 થી 14 વર્ષ ઉંમરની વચ્ચેની હતી. આ અહેવાલ સામે આવ્યા પછી #ArrestBillGates હેશટેગ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે.

1 83 ભારતમાં બિલ ગેટ્સની ધરપકડની ઉઠી માંગ, #ArrestBillGates ટ્વિટર પર થઇ રહ્યુ છે ટ્રેન્ડ

આશ્ચર્યચકિત ઘટના / જાપાનમાં માતાએ પોલીસને ફોન કરી કહ્યું મારા છોકરાની ડેડબોડી માંથી વાસ આવે છે …જાણો સમગ્ર ઘટના

ગ્રેટ ગેમ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, વેક્સિન ટ્રાયલ ખમ્મમમાં 2009 માં થયો હતો. તે સમયે ખમ્મમ જિલ્લો આંધ્રપ્રદેશ હેઠળ આવતો હતો, જે 2014 પછી તેલંગાણાનો ભાગ છે. ખમ્મમ એ ભારતનાં સૌથી ગરીબ અને સૌથી ઓછા વિકસિત ગ્રામીણ વિસ્તારોમાંનો એક હોવાનું મનાય છે અને ઘણા આદિવાસી જૂથોનું ઘર છે. ગ્રેટ ગેમ ઇન્ડિયાનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2009 માં, ખમ્મમમાં 14,000 થી વધુ આદિવાસી છોકરીઓએ એચપીવી વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલ કરાવ્યો હતો. બધી છોકરીઓ 10 થી 14 વર્ષની વયની હતી. ટ્રાયલ દરમ્યાન, બધી છોકરીઓને ગાર્ડાસિલ અને ગ્લેક્સોસ્મિથક્લાઇનનાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડતી એનજીઓનું નામ ‘PATH’ હતું. તે એનજીઓસિએટલમાં સ્થિત છે અને એક બિન-સરકારી સંસ્થા છે.

kalmukho str 26 ભારતમાં બિલ ગેટ્સની ધરપકડની ઉઠી માંગ, #ArrestBillGates ટ્વિટર પર થઇ રહ્યુ છે ટ્રેન્ડ