Gujarat/ ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ શું છે ? અને GCCI કેમ તેને ચાલુ કરવા માંગે છે ?

GCCI અનુસાર, ગુજરાત સ્થિત ઉદ્યોગો દરરોજ આશરે 575 મિલિયન લિટર (MLD) ઔદ્યોગિક ગંદા પાણીનું ઉત્પાદન કરે છે અને તેમાંથી 515MLD ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે. હાલમાં, ટ્રીટ કરેલા ગંદા પાણીના નિકાલની મોટી સમસ્યા છે

Ahmedabad Gujarat Trending
123 3 3 ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ શું છે ? અને GCCI કેમ તેને ચાલુ કરવા માંગે છે ?

પાણી પ્રદુષણનો મુદ્દો  કેટલાય વખતથી ચર્ચાઇ રહ્યો છે. ગુજરાતની નદીઓમાં અવાર નવાર વિવિધ ઔધોગિક એકમો દ્વારા દૂષિત પાણી છોડાતું  હોવાની ફરિયાદો પણ ઊઠે છે. જો કે ગુજરાત અમદાવાદ જેવા મોટા શહેરમાં સ્થિત ઉદ્યોગો માટે મહત્વાકાંક્ષી ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. અને હાલમાં આ પ્રોજેકટનું કામકાજ અટકી ગયું છે. જેને લઈ GCCI દ્વારા ચિંતા વિકટ કરવામાં આવી છે.

Make public info on deep-sea industrial waste water pipeline project: Gujarat govt told

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ દીપ સી  ડિસ્ચાર્જ પ્રોજેકટ અટકી ગયો છે. અને આ પ્રોજેક્ટની માંગ દિવસેને દિવસે વધુ તીવ્ર બની રહી છે. રૂ. 1,700 કરોડનો પ્રોજેક્ટ અમદાવાદ અને વડોદરા જેવા વિસ્તારમાં નદીના પ્રદૂષણની ચિંતાઓને દૂર કરવા માટે આશીર્વાદ રૂપ પ્રોજેકટ હતો. જે ઇન્ડસ્ટ્રીના દૂષિત પાણીને નદીમાં નહીં છોડતા સીધું જ દરિયામાં ઠાલવવાની વ્યવસ્થા ધરાવતો હતો. અને હાલના સમયમાં પર્યાવરણ ને લગતા નિયમો કડક બનતા આ પ્રોજેકટ ઔદ્યોગિક એકમોની તાતી જરૂરિયાત પણ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એ પ્રોજેક્ટના અમલીકરણની માંગણી કરી છે. જીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, “ઊંડા સમુદ્રમાં વિસર્જન પ્રોજેક્ટ સ્થાપવા માટે મૂળ પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ. 1,700 કરોડ હતો અને લગભગ 30% ખર્ચ ઔદ્યોગિક એકમ દ્વારા ચૂકવવાનો હતો.  અમદાવાદ સ્થિત વિવિધ ઉદ્યોગ સંગઠનો આ પ્રોજેક્ટ માટે રૂ. 20 કરોડ ચૂકવી પણ  ચૂક્યા છે, પરંતુ લગભગ એક વર્ષથી પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ થઈ નથી.

Gujarat's deep-sea pipeline remains a non-starter - The Hindu

ઔદ્યોગિક એકમોના માલિકો અનુસાર રાજ્ય સરકાર લગભગ 200 ટેક્સટાઇલ અને 1,500 રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ એકમો કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં કામ શરૂ કરે.

GCCI અનુસાર, ગુજરાત સ્થિત ઉદ્યોગો દરરોજ આશરે 575 મિલિયન લિટર (MLD) ઔદ્યોગિક ગંદા પાણીનું ઉત્પાદન કરે છે અને તેમાંથી 515MLD ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે. હાલમાં, ટ્રીટ કરેલા ગંદા પાણીના નિકાલની મોટી સમસ્યા છે અને રાજ્યની 20 નદીઓ પ્રદૂષિત છે, તેથી ઊંડા સમુદ્રમાં વિસર્જન જરૂરી છે. “ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ 14 ઔદ્યોગિક વસાહતોના લગભગ 4,000 એકમોને મદદ કરશે જેમાંથી 92% નાના ઉદ્યોગો છે. અમદાવાદ સ્થિત ઔદ્યોગિક સંગઠનોએ હપ્તા તરીકે આશરે રૂ. 20 કરોડ ચૂકવ્યા છે. GCCI ના ભૂતપૂર્વ પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “જ્યારે પણ સૂચિત કલ્પસર પ્રોજેક્ટ સાકાર થશે, ત્યારે ઉદ્યોગ સંગઠનો તરીકે, અમે ખાતરી આપીએ છીએ કે અમે ઊંડા સમુદ્રમાંથી વિસર્જન પાઇપલાઇનને વિસ્તારવામાં મદદ કરીશું.”

Gujarat HC/ પોલીસે ઉદ્યોગપતિનું બંદૂકનું લાઇસન્સ રિન્યુ તો કર્યું પરંતુ તેને ખરીદવાની પરવાનગી નકારી, જાણો કેમ ?

Gujarat HC / સરોગસી દ્વારા જન્મેલા બાળકની કસ્ટડી માતાપિતાને આપવામાં આવે