Not Set/ એક રહસ્યમય બીમારીએ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીના કેરિયરની લીધી બલિ

નવી દિલ્હી, ક્રિકેટમાં અત્યારસુધીમાં ઘણા ખેલાડીઓએ મેદાનમાં રમત દરમિયાન થતી ઈજાઓના કારણે પોતાનું કેરિયર ટુકાવ્યું છે, પરંતુ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જોન હેસ્ટિન્ગને થયેલી એક રહસ્યમય બીમારીના કારણે ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડ્યો છે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર હેસ્ટિન્ગને ફેફસાની એન એવી બીમારી થઇ છે, તે અંગે હજી સુધી આ બીમારીની સારવાર અંગે કોઈ તારણ સામે આવી શક્યું […]

Trending Sports
221709 એક રહસ્યમય બીમારીએ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીના કેરિયરની લીધી બલિ

નવી દિલ્હી,

ક્રિકેટમાં અત્યારસુધીમાં ઘણા ખેલાડીઓએ મેદાનમાં રમત દરમિયાન થતી ઈજાઓના કારણે પોતાનું કેરિયર ટુકાવ્યું છે, પરંતુ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જોન હેસ્ટિન્ગને થયેલી એક રહસ્યમય બીમારીના કારણે ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડ્યો છે.

હકીકતમાં, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર હેસ્ટિન્ગને ફેફસાની એન એવી બીમારી થઇ છે, તે અંગે હજી સુધી આ બીમારીની સારવાર અંગે કોઈ તારણ સામે આવી શક્યું નથી.

આ ફેફસાની બીમારીના તમામ ટેસ્ટ કર્યા બાદ પણ કોઈ સારવાર અગેનું સામે આવ્યું નથી, કે જેમાં આ ખેલાડીને બોલિંગ કરતા સમયે ફેફસામાંથી લોહી નીકળે છે.

૩૨ વર્ષીય ખેલાડી હેસ્ટિન્ગના ક્રિકેટ કેરિયરની વાત કરવામાં આવે તો, તેઓએ અત્યારસુધીમાં ઓસ્ટ્રેલિયા માટે ૧ ટેસ્ટ, ૨૯ વન-ડે અને ૯ ટી-૨૦ મેચ રમી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગંભીર બીમારીના કારણે જ જોન હેસ્ટિન્ગે ગત મહિને જ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું કહ્યું હતું, ત્યારે હવે તેઓએ અંતે સંન્યાસ લેવાનું એલાન કર્યું છે.