Rajkot News: રાજકોટમાં ડેન્ગ્યુથી (Dengue) વધુ એક મહિલાનું મોત થયું છે. રૂપાબેન ગોળતર નામની 28 વર્ષીય મહિલાનું મોત થયું છે. ડેન્ગ્યુના અનેક કેસ છતાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના સાચા આંકડા જાહેર કરતું નથી. ડેન્ગ્યુના મચ્છરથી રક્ષમ માટે કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી.
રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ ડેન્ગ્યુ,(Dengue) મેલેરિયા (Malaria), તાવ (Fever), શરદી (Cold) અને ઉધરસ સહિતની બીમારીના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના મવડી વિસ્તારના પંચશીલનગરમાં રહેતી પરિણીતાએ ડેન્ગ્યુના કારણે દમ તોડી દેતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં મૃતક પરિણીતા સરધાર ગામે તેના ઘરે રોકાવા ગઈ, ત્યારે જ બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું છે.
પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના પતિ વાવડી ગામે ચાની હોટલ આવેલી છે અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત દિવસથી પરિણીતાને ડેન્ગ્યુ થયો હોય તેની સારવાર ચાલતી હતી. આ દરમિયાન તેના ભાઈના ઘરે રોકાવા માટે આવી, ત્યારે બેભાન થઈ જતાં તેનું ડેન્ગ્યુની બીમારીથી મોત નિપજ્યું હતું. આ બનાવથી એક સંતાને માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે મળતી મવડી ગામના પંચશીલનગરમાં રહેતી રૂપાબેન ગોલતર (28) નામની પરિણીતા સરધાર ગામે તેના ભાઈ ગોપાલ ગમારાના ઘરે રોકાઈ હતી. જ્યાં ગઈકાલે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રુપાબેનનું મોત નીપજ્યું હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દિવસે કરડતા ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ ગીચ અને ભેજયુક્ત વાતાવરણ ધરાવતા વિસ્તારોમાં સૌથી વધુ છે. રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ મચ્છર નાબૂદી માટે કોઈપણ પ્રકારના નક્કર આયોજન વગર કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં ડેન્ગ્યુથી ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત