Not Set/ કચ્છમાં ડેન્ગ્યુનો હાહાકાર, કચ્છ છોડે એ પહેલાં જ દર્દી દુનિયા છોડી જાય તેવી પરિસ્થિતી આવીને ઊભી રહી છે

આ વર્ષે કચ્છમાં સારો વરસાદ આવતા કચ્છીઓ આનંદમાં હતા. પરંતુ તેમનો આ આનંદ વરસાદ પછીની મહામારીએ છીનવી લીધો છે. વિવિધ બિમારીએ માથું ઊંચક્યું છે. મોસમી તાવની સાથે સાથે એકાએક અઘોષિત ડેંગ્યુના તાવે કચ્છને ગંભીરતાથી ભરડામાં લીધુ છે. જી.કે. જનરલ હોસ્પિટલથી માંડીને અનેક ખાનગી, સરકારી, સાર્વજનિક હોસ્પિટલોમાં સ્થિતિએ એવો ચિંતાજનક વળાંક લીધો છે કે પથારીઓ ખૂટી […]

Top Stories Gujarat Others
dengue 00 3301025 835x547 m કચ્છમાં ડેન્ગ્યુનો હાહાકાર, કચ્છ છોડે એ પહેલાં જ દર્દી દુનિયા છોડી જાય તેવી પરિસ્થિતી આવીને ઊભી રહી છે

આ વર્ષે કચ્છમાં સારો વરસાદ આવતા કચ્છીઓ આનંદમાં હતા. પરંતુ તેમનો આ આનંદ વરસાદ પછીની મહામારીએ છીનવી લીધો છે. વિવિધ બિમારીએ માથું ઊંચક્યું છે. મોસમી તાવની સાથે સાથે એકાએક અઘોષિત ડેંગ્યુના તાવે કચ્છને ગંભીરતાથી ભરડામાં લીધુ છે.

જી.કે. જનરલ હોસ્પિટલથી માંડીને અનેક ખાનગી, સરકારી, સાર્વજનિક હોસ્પિટલોમાં સ્થિતિએ એવો ચિંતાજનક વળાંક લીધો છે કે પથારીઓ ખૂટી પડી છે અને સૌથી ધુ ગંભીર બાબત તો એ છે કે `ફ્લોર બેડ’ માટે પણ જગ્યા નથી. કચ્છમાં ડેંગ્યુનો ભોગ બનતા દર્દીઓ પૈકી અમુકે નાની ઉમરે જ દમ તોડયા છે.  પરંતુ હજુ સુધી આ દિશામાં કોઇ સત્તાવાર નોંધણી થઇ નથી. તબીબો કહે છે કે, જે લોકોનાં નિધન થયાં તેઓ અત્યંત ગંભીર હાલતમાં જ દવાખાને પહોચ્યાં હતા. તેથી તેમણે જરૂરી  સારવાર મળી શકી નથી.

તો બીજી બાજુ રાજકોટ, અમદાવાદ શિફ્ટ કરવાની સલાહ પણ કારગત નીવડતી નથી. કચ્છ છોડે એ પહેલાં જ દર્દી દુનિયા છોડી જાય છે.આ વધતી જતી જોખમી બીમારી સંદર્ભે તબીબોનું કહેવું છે કે, અગાઉ બે-ત્રણ દિવસમાં દર્દીના પ્લેટલેટ સુધરતા અને રજા આપવા જેવી સ્થિતિ જોવા મળતી હતી. પરંતુ આ વર્ષે  દેખાયેલા ડેન્ગ્યુમાં થોડો તફાવત છે. જેમાં દર્દીને ત્રણ-ચાર દિવસથી માંડી દર્દીની શારીરિક સ્થિતિ પ્રમાણે દાખલ કરવા પડે છે.

વાયરલ ફીવર અને કમળો, ટાઇફોઇડના પણ છૂટક છૂટક કેસો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દેખાઇ રહ્યા છે. ભુજના ખાનગી તબીબો પાસેથી વિગતો મેળવતાં થયેલી વાતચીતમાં તબીબો ખુદ ચિંતિત જણાયા હતા અને તડકો નીકળ્યા બાદ ઘટાડો થાય તેવું માની  રહ્યા છે. લેવા પટેલ જેવી મોટી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 40 જેટલા દર્દી દાખલ છે. એક આંકડા પ્રમાણે રોજના ડેન્ગ્યુના 23થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. તો મુન્દ્રા અને કપુરાસમાં ડેન્ગ્યુથી બેનાં મોત થયાનું પણ સામે આવ્યું છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 કચ્છમાં ડેન્ગ્યુનો હાહાકાર, કચ્છ છોડે એ પહેલાં જ દર્દી દુનિયા છોડી જાય તેવી પરિસ્થિતી આવીને ઊભી રહી છે

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.