Ukraine Crisis/ યુક્રેનથી પરત આવેલા દિયોદરના વિધાર્થીએ જણાવી હ્રદયદ્રાવક આપવીતી …

માઇનસ 3 ડીગ્રી તાપમાન વચ્ચે રાત વિતાવી હતી.  જેમાં પિયુષ પરત ન ફરતા અને બોર્ડર પર ફસાઈ જતા પરિવારજનો પણ ચિંતામાં મૂકાયા હતા.

Top Stories Gujarat Others
Untitled 25 યુક્રેનથી પરત આવેલા દિયોદરના વિધાર્થીએ જણાવી હ્રદયદ્રાવક આપવીતી ...

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અભ્યાસ અર્થ ગયેલા ભારતીય યુવાનો ફસાઈ જતા ભારત સરકાર દ્વારા વિધાર્થીને પરત લાવવા પ્રયત્નો ચાલુ છે. જેમાં શુક્રવારે દિયોદર તાલુકાના રૈયા ગામનો વિધાર્થી ઘરે પરત ફરતા પરિવારજનો ભાવુક બન્યા હતા. નોંધનીય છે કે, પિયુષ ચૌધરી મેડિકલ અભ્યાસ અર્થ યુક્રેન ગયો હતો. છેલ્લા 4 વર્ષથી ત્યાં અભ્યાસ કરતો હતો

  • દિયોદરના રૈયાનો વિધાર્થી ઘરે પરત ફર્યો
  • પરિવાર થયો ભાવુક
  • પિયુષ ચૌધરી યુક્રેનમાં મેડિકલનો કરે છે અભ્યાસ
  • માઇનસ 3 ડીગ્રી તાપમાન વચ્ચે રાત વિતાવી હતી-પિયુષ ચૌધરી
  • દિયોદરના રૈયાનો વિધાર્થી ઘરે પરત ફર્યો
  • માતા ભાવુક થઈ કહું આભાર સરકાર

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ યુદ્ધ ને કારણે મેડિકલ અભ્યાસ અર્થ ગયેલ ભારતીય યુવાનો ફસાઈ જતા ભારત સરકાર દ્વારા વિધાર્થી ને પરત લાવવા પ્રયત્નો ચાલુ છે જેમાં આજે દિયોદર તાલુકા ના રૈયા ગામ નો વિધાર્થી પરત ઘરે ફરતા પરિવારજનો ભાવુક બન્યા હતા.

દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતો પિયુષ રાયમલભાઈ ચૌધરી મેડિકલ અભ્યાસ અર્થ યુક્રેન ગયો હતો. જ્યાં  છેલ્લા 4 વર્ષ થી ત્યાં અભ્યાસ કરતો હતો.  જેમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થતાં પિયુષ ચૌધરી તેમના મિત્ર સાથે 26 તારીખે બસ ભાડે કરી નીકળી ગયો હતો.  પરંતુ બોર્ડર પર ભાડે ભીડ હોવાથી વિધાર્થીઓ ઉતરી ગયા હતા.  અને 55 કિમિ ચાલતા વિધાર્થીઓ પોલેન્ડ બોર્ડર પોહચ્યા હતા.

જેમાં માઇનસ 3 ડીગ્રી તાપમાન વચ્ચે રાત વિતાવી હતી.  જેમાં પિયુષ પરત ન ફરતા અને બોર્ડર પર ફસાઈ જતા પરિવારજનો પણ ચિંતામાં મૂકાયા હતા. ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિધાર્થીઓ ને પરત લાવવા માટે મિશન ગંગા શરૂ કરતાં ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિધાર્થીઓ પરત ફર્યા હતા.  જેમાં પિયુષ ચૌધરી પણ પોતાના ગામ રૈયા પરત ફરતા પરિવારજનો ભાવુક બન્યા હતા. અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો. જો કે આ બાબતે પિયુષ ચૌધરીએ જણાવેલ કે માઇનસ 3 ડીગ્રી તાપમાન વચ્ચે દિવસ અને રાત પ્રસાર કરી છે. જેમાં હું ભારત અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું કે મને મારા વતન સુધી પોહચાડયો.

Russia-Ukraine war / ઝેલેન્સકીને મારવાના એક સપ્તાહમાં 3 પ્રયાસો થયા’, બ્રિટિશ મીડિયાનો સનસનાટીભર્યો દાવો

ગુજરાત/ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ તો ડિફેન્સ એકસ્પો મોકૂફ

પાકિસ્તાન/ પેશાવરની મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 30ના મોત, જુવો ફોટો

આસ્થા / વારંવાર અપમાન કે પિતા સાથે વિવાદ થાય છે તો આ ગ્રહ બની શકે છે કારણ, જાણો ઉપાય

Life Management / મહાત્મા ધ્યાનમાં બેસતા પહેલા બિલાડીને બાંધતા હતા, એક દિવસ બિલાડી મરી ગઈ… પછી શું થયું?