Not Set/ ગણતરીના કલાકો પછી રીલીઝ થનારી પદ્માવત ફિલ્મ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શું કહ્યું વાંચો

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોની ફિલ્મ પદ્માવત વિરુદ્ધની અરજીઓ ફગાવી દીધી છે અને આખા દેશમાં એક સાથે ફિલ્મને પ્રદર્શિત કરવાનો આદેશ આપ્યો છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ ફિલ્મ મુદ્દે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે હવે લોકોએ પોત-પોતાની રીતે સ્વેચ્છાએ ફિલ્મ જોવાનો કે નહિં જોવાનો નિર્ણય કરવાનો છે. ગુજરાતના મોટા […]

Gujarat
250 ગણતરીના કલાકો પછી રીલીઝ થનારી પદ્માવત ફિલ્મ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શું કહ્યું વાંચો

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોની ફિલ્મ પદ્માવત વિરુદ્ધની અરજીઓ ફગાવી દીધી છે અને આખા દેશમાં એક સાથે ફિલ્મને પ્રદર્શિત કરવાનો આદેશ આપ્યો છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ ફિલ્મ મુદ્દે નિવેદન આપ્યુ હતુ.

તેમણે જણાવ્યુ હતુ કે હવે લોકોએ પોત-પોતાની રીતે સ્વેચ્છાએ ફિલ્મ જોવાનો કે નહિં જોવાનો નિર્ણય કરવાનો છે. ગુજરાતના મોટા ભાગના સિનેમાઘરોના માલિકોએ પણ સ્વેચ્છિક રીતે ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય લીધો છે.

તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની વિનંતી પણ કરી હતી. અમે નારીશક્તિનું સન્માન કરીએ છીએ તેથી જ આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પણ હવે સુપ્રીમકોર્ટના આદેશને પગલે રીલીઝ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ દ્વારા આ ફિલ્મના રિલીઝ થવા પર રોક લગાવવા માટે કરવામાં આવેલી પીટીશનને રદ્દ કરી નાખી છે. આ અંગે જણાવતા કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, તમામ રાજ્યોએ દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને આ આદેશનું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે.