#Breaking_News/ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યના પુત્રનો કાર અકસ્માત, આબાદ બચાવ

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના પુત્રના વાહનને અકસ્માત નડ્યો છે. જાલૌનના આલમપુર બાયપાસ પાસે થયેલા આ અકસ્માતમાં ડેપ્યુટી સીએમનો પુત્ર આબાદ રીતે બચી ગયો હતો.

Top Stories India
deputy-cm-of-up-keshav-prasad-maurya-son-yogesh-met-with-accident

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના પુત્રના વાહનને અકસ્માત નડ્યો છે. જાલૌનના આલમપુર બાયપાસ પાસે થયેલા આ અકસ્માતમાં ડેપ્યુટી સીએમનો પુત્ર આબાદ રીતે બચી ગયો હતો. યોગેશ કુમાર મૌર્ય પોતાની ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના પુત્રના વાહનને અકસ્માત નડ્યો છે. જાલૌનના આલમપુર બાયપાસ પાસે થયેલા આ અકસ્માતમાં ડેપ્યુટી સીએમનો પુત્ર આબાદ રીતે બચી ગયો હતો. યોગેશ કુમાર મૌર્ય પોતાની ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યા હતા. દરમિયાન તેમની ફોર્ચ્યુનર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. માહિતી બાદ કાલ્પી કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

જણાવી દઈએ કે શુક્રવારે જ કેશવ પ્રસાદ મૌર્યએ બીજી વખત ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ વિધાનસભા સીટ સપા ઉમેદવાર પલ્લવી પટેલ સામે હારી ગયા. જો કે તેમના પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કરતા પાર્ટીએ ડેપ્યુટી સીએમની કમાન સોંપી દીધી છે.