એસો. એડિટર પ્રફુલ્લ ત્રિવેદી
ખેડા જીલ્લાના ડાકોર જેવા યાત્રાધામમાં આવેલા પવિત્ર ગોમતી તળાવમાં પરેશભાઈ અનિલભાઈ ખંભોળજા નામના કોઈ વ્યક્તિ કોઈ પણ જાતના લાયસન્સ કે વીમાના કવચ વગર જ ગેરકાયદે બોટિંગ ચલાવતા હોવાની ગંભીર બાબતના પ્રત્યાઘાતો પડ્યા છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે ડાકોર નગરપાલિકાએ આવો કોઈ જ ઓર્ડર આપેલ ન હોવા છતાં સરકારની માલિકીના તળાવમાં અત્યાર સુધી વિના રોકટોક આ ગેરકાયદે કુપ્રવૃત્તી ચાલુ રહેવા પામી છે. ખાનગી વ્યક્તિ ગેરકાયદે ધંધો કરતી રહી છે.
આ અંગે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે અગાઉ નોટિસો ફટકારી હોવા છતાં આ પ્રવૃતી બંધ નહીં થતાં તા. 12/10/2000ના રોજ અંતિમ નોટિસ પાઠવી છે. નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ‘નગરપાલિકા દ્ધારા તેમને કોઈ વર્કઓર્ડર આપવામાં આવ્યો નથી. તમારી સાથે કોઈ પણ પ્રકારનું એગ્રીમેન્ટ કરવામાં આવેલ નથી, તેમજ તમારા દ્ધારા ચલાવવામાં આવતા બોટિંગ બાબતે કોઈપણ જાતનું લાયસન્સ કે વીમો તમારા દ્ધારા ઉતરાવવામાં આવેલ હોય તેમ જણાતું નથી.’
આ અંગે અગાઉ કરેલ હુકમની વિરુદ્ધ બોટિંગ ચાલું રાખેલ છે, જેથી સદર ગેરકાયદે બોટિંગ દિન-1માં તાત્કાલિક બંધ કરી અત્રે જાણ કરશો અન્યથા તમારા ખર્ચે અને જોખમે માલસામાન જપ્ત કરાશે. આજે 19 તારીખે પણ નોટિસ બાદ બોટિંગ ચાલું હોવાનું જાણવા મળે છે.
આ નોટિસની નકલ: (1) પ્રાદેશીક કમિશનર, નગરપાલિકા (2) પ્રાંત અધિકારી પ્રાંત કચેરી (3) પોલીસ ઈન્સપેક્ટર, ડાકોર પોલીસ સ્ટેશને પણ રવાના કરી છે.
હવે સવાલ એ આવે છે કે આટલી ગંભીર સ્થિતિ જ છે તો પછી ચીફ ઓફિસર માલસામાન જપ્ત કેમ કરી લેતા નથી તે પ્રશ્ન છે. શું કોઈ રાજકિય દબાણ કામ કરી રહ્યું છે, કે પછી ગેરકાયદે પ્રવૃતી કરનાર સાથે કોઈ અધિકારીને જ છૂપી સાંઠગાંઠ છે? તે મતલબનો પ્રશ્ન સર્વત્ર પૂછાતો થયો છે. આ બાબતે માત્ર નોટિસ કાગળ પર જ કેમ આપવામાં આવે છે, અંતિમ નોટિસનું પરિણામ સ્થળ પર કાર્યાન્વિત કેમ થતું નથી તે પ્રશ્ન છે. આ બાબત રાજ્ય સરકાર સુધી પહોંચશે તેમ પણ જણાય છે, કેમકે સરકારી મિલકતમાંથી આ રીતે ગેરકાયદે કોઈ કમાણીનું કરતું રહે અને તંત્રના અધિકારીઓ કશુ જ ના કરે તે સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહી શકે?
કોના ચાર હાથ?
સરકારી મિલકતમાં આવી ગેરકાયદે બાબત લાંબા સમય સુધી ત્યારે જ ચાલુ રહી શકે જો તેમાં કોઈ રાજકરણી કે અધિકારીની છૂપી ભાગીદારી હોય કે તેમને મોટા હપ્તા જતા હોય. ડાકોરના બોટિંગમાં આ પૈકી કઈ બાબત છે, તે અંગે રાજ્યનું વિજીલન્સ ખાતું તપાસ કરે તો જ સાચી બાબત પ્રકાશમાં આવી શકે.
આ પણ વાંચો: Recession / વિશ્વમાં મંદીનો ડર… ભારતમાં વિકાસ દરથી આશા, 60 ભારતીય ઉદ્યોગપતિઓએ જાણો શું કહ્યું…
