Priyanka Chopra/ દેશી ગર્લ વિદેશી પતિ નિક અને પુત્રી માલતી સાથે મુંબઈમાં

પ્રિયંકા ચોપરા ઉર્ફે ભારતની દેશી ગર્લ જે હાલજ દીકરી માલતીના જન્મ પછી પહેલી વાર ભારત પરત ફરી છે.જેને જોઈને તેના ચાહકોમાં અનેરી ખુશી જોવા મળી છે.

Entertainment
Priyanka chopra દેશી ગર્લ વિદેશી પતિ નિક અને પુત્રી માલતી સાથે મુંબઈમાં

પ્રિયંકા ચોપરા ઉર્ફે ભારતની દેશી ગર્લ જે હાલજ દીકરી માલતીના જન્મ પછી પહેલી વાર ભારત પરત ફરી છે.જેને જોઈને તેના ચાહકોમાં અનેરી ખુશી જોવા મળી છે.પ્રિયંકાનું થોડા સમય પહેલા બાજીરાવ મસ્તાની સોંગ આવ્યુ હતું જે સુપરહિટ ગયું હતું. તેમજ દર્શકોને ખુબજ પસંદ પણ આવ્યું હતું.ત્યાર બાદ તે ધ સ્કાય ઇસ પિંક માં નજર આવી હતી.

પ્રિયંકા કાલે તેના પતિ નિક અને માલતી જોડે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. હાલ થોડા સમયથી પ્રિયંકા ચોપરાનું બોલિવૂડ છોડવા અંગેનું તાજેતરનું નિવેદન ચર્ચામાં છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રિયંકા ચોપરાએ ડેક્સ શેફર્ડના પોડકાસ્ટ આર્મચેર એક્સપર્ટ પર વાત કરતા હોલીવુડમાં તેના આવવા પાછળનું કારણ જણાવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા કંગના રનૌતે ફરીથી નિર્માતા કરણ જોહર પર આરોપ લગાવ્યો હતા.

અંબાણી પરિવારની ઇવેન્ટમાં દેશી ગર્લની એન્ટ્રી
પ્રિયંકા ચોપરાએ ગઈકાલે રાત્રે અંબાણી પરિવારની ઇવેન્ટ NMACC લૉન્ચમાં પતિ નિક સાથે એન્ટ્રી કરી હતી.કરણ જોહરે પણ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને કેમેરા માટે પોઝ આપ્યો હતો, જોકે બંને એકબીજા સાથે જોવા મળ્યા ન હતા. પરંતુ હવે પાપારાઝી દ્વારા એક નવો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આટલું જ નહીં બંને વાત કરતા પણ જોવા મળી રહ્યા છે. જ્યારે પ્રિયંકાના પતિ નિક જોનાસ પાસે જ ઉભા છે.

પ્રિયંકાની બોલ્ડ અદા પર ચાહકો ફિદા
પ્રિયંકા ઇવેન્ટમાં પોતાના ટ્રાન્સપરન્ટ ગોલ્ડન ગાઉનમાં પોઝ આપતી જોવા મળી હતી.બંનેની જોડી ખુબજ સુંદર લાગી રહી છે.પ્રિયંકા તેના લુક માટે ખુબજ પ્રખ્યાત છે ત્યારે પતિ નિક પણ તેમના આઉટફિટ દ્રારા તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.નિક લૂઝ પેન્ટ અને લૂઝફિટ બ્લેઝર સાથે એક અલગ અંદાજ માં નજર આવ્યા હતા.બંનેની કેમેસ્ટ્રી ખુબજ તેમના ચાહકોને ખુબજ આવી હતી. જાણકારી મુજબ પ્રિયંકાનું ભારત આવવાનું એક કારણ પોતાની બહેન પરિણીતી ચોપરાના લગ્નને પણ માનવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચોઃ છેડતી/ સ્વીડિશ પેસેન્જરે એરહોસ્ટેસની છેડતી કરતા ધરપકડ કરાઈ

આ પણ વાંચોઃ અમિત શાહ/ ગૃહમંત્રી અમિત શાહનો સાસારામ કાર્યક્રમ રદ્દ, હવે આ જિલ્લાના કાર્યક્રમમાં સામેલ થશે

આ પણ વાંચોઃ ભાજપ 43મો સ્થાપના દિન/ ભાજપના 43માં સ્થાપના દિનની ઉજવણીની ભવ્ય તૈયારીઓઃ પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકશે