shahid kapoor/ શાહિદ કપૂરના ઘરે આવી ન્યુ લક્ઝરી કાર, કિંમત 3.5 કરોડથી વધુ

 બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે નવી મર્સિડીઝ-મેબેક જીએલએસ 600 ખરીદી છે

Entertainment Tech & Auto
શાહિદ કપૂર

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે નવી મર્સિડીઝ-મેબેક જીએલએસ 600 ખરીદી છે. આ જાણકારી મર્સિડીઝ મેબેક ઈન્ડિયાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરીને આપી છે. તસવીરમાં શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂર નવી મર્સિડીઝ મેબેક જીએલએસ 600ની ડિલિવરી લેતા જોવા મળે છે.

મર્સિડીઝ મેબેક ઈન્ડિયાએ પણ આ તસવીર શેર કરીને નવા મર્સિડીઝ મેબેક જીએલએસ 600ના ફીચર્સ શેર કર્યા છે. પોસ્ટમાં લખ્યું- ‘મર્સિડીઝ-મેબેક જીએલએસ 600 શાહિદ કપૂરના ગેરેજમાં એડ થઇ ગઈ છે. S580 એ એલીગેન્સ અને GLS 600 એ ઓપ્યુલન્સ દર્શાવે છે.’ તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરે અગાઉ વર્ષ 2022માં Mercedes Maybach S580 ખરીદી હતી, જેની કિંમત લગભગ 2.8 કરોડ રૂપિયા હતી.

હવે તેણે નવી મર્સિડીઝ કાર ખરીદી છે. Mercedes-Maybach GLS 600ની પ્રારંભિક કિંમત રૂ. 3.5 કરોડ (એક્સ-શોરૂમ) છે. એટલે કે, ઓન-રોડ કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હશે. Mercedes-Maybach GLS 600 48V હળવી-હાઇબ્રિડ સિસ્ટમ સાથે 4.0-લિટર, ટ્વિન-ટર્બો V8 એન્જિન દ્વારા સંચાલિત છે. આ સેટઅપ 550 bhp અને 730 ન્યૂટન મીટર આઉટપુટ આપે છે.

તેમાં 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે. આગળના ભાગમાં, કારને તેજસ્વી વર્ટિકલ સ્લેટ્સ, મેબેક સાઇન, ડ્યુઅલ-ટોન પેઇન્ટ થીમ સાથે આકર્ષક રેડિયેટર ગ્રિલ અને 22-ઇંચના એલોય વ્હીલ્સ (સ્ટાન્ડર્ડ) મળે છે. તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મલ્ટી-ફંક્શન કંટ્રોલ સાથે સ્ટીયરિંગ વ્હીલ, મેબેક સિમ્બોલ સાથે ફૂટ પેડલ, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, એમ્બિયન્ટ લાઇટ અને 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા જેવી ઘણી સુવિધાઓ છે.

તેમાં પાછળના પેસેન્જર માટે દૂર કરી શકાય તેવું MBUX ટચ ટેબલેટ છે. કંપનીનો દાવો છે કે આ SUV 4.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે. તમને જણાવી દઈએ કે Mercedes-Maybach GLS 600 ની માલિકી ઘણી હસ્તીઓ પાસે છે, જેમાં રણબીર કપૂર, આયુષ્માન ખુરાના, અર્જુન કપૂર, કૃતિ સેનન અને નીતુ કપૂરનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Rashmika Mandana/રશ્મિકા મંદાના ડીપ ફેક કેસમાં પોલીસે 4 આરોપીઓને પકડ્યા, મુખ્ય આરોપીની શોધ હજુ ચાલુ છે.

આ પણ વાંચો:jaya prada/જયા પ્રદા ની ધરપકડ કરવા પહોચેલ પોલીસ ટીમ ખાલી હાથે પાછી ફરી, રિકોલ અરજી પર આજે આવશે નિર્ણય

આ પણ વાંચો:Year Ender 2023/ભારતમાં 2023 ની ટોપ 10 સૌથી વધુ સર્ચ થયેલી મૂવી, તેમનું નિર્માણ બજેટ, બોક્સ ઓફિસ કલેક્શન અને વધુ