WFI/ સંજય સિંહના WFI પ્રમુખ બનવાથી નારાજ સાક્ષી મલિકે કુસ્તી છોડવાની કરી જાહેરાત

અગાઉ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ હતા. પરંતુ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર જાતીય આરોપો લગાવ્યા હતા.

Top Stories India
YouTube Thumbnail 2023 12 21T170732.718 સંજય સિંહના WFI પ્રમુખ બનવાથી નારાજ સાક્ષી મલિકે કુસ્તી છોડવાની કરી જાહેરાત

સંજય સિંહ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા ચીફ તરીકે ચૂંટાયા છે. અગાઉ WFI ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ હતા. પરંતુ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર જાતીય આરોપો લગાવ્યા હતા. આ કારણોસર તેમણે ચૂંટણી લડી ન હતી. જ્યારે બ્રિજ ભૂષણના નજીકના ગણાતા સંજયે ચૂંટણી લડી હતી અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી અનીતા શિયોરનનો સામનો કરી રહ્યા હતા. જ્યાં તેને બમ્પર વિજય મળ્યો હતો. સંજય સિંહે ચૂંટણી જીતતાની સાથે જ સાક્ષી મલિકે મોટી વાત કહી છે.મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કહ્યું કે આ પરિણામોનો અર્થ એ છે કે મહિલા કુસ્તીબાજોને સતત ઉત્પીડનનો સામનો કરવો પડશે.

સાક્ષી મલિકે કહી આ વાત

સાક્ષી મલિકે કહ્યું કે આખો દેશ જાણવા માગે છે કે અમે કેમ ચૂપ છીએ. દીકરીઓનું મનોબળ તોડવાનું કામ હજુ ચાલુ છે. અમે મહિલાને પ્રમુખ બનાવવાની માંગણી કરી હતી. પરંતુ બ્રિજભૂષણ શરણ સિંહનો જમણો હાથ હવે પ્રમુખ છે. હું મારી કુસ્તી છોડી દઉં છું.

ત્રણેય કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ લાંબુ આંદોલન ચલાવ્યું હતું અને જંતર-મંતર પર વિરોધ પણ કર્યો હતો. આ લોકોએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. રડતા રડતા વિનેશ ફોગાટે કહ્યું, ‘હવે સંજય સિંહ કુસ્તી મહાસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. મહિલા કુસ્તીબાજોની હેરાનગતિ ચાલુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી