આવકવેરા વિભાગ/ નવા પોર્ટલમાં સમસ્યા છતાંય દરરોજ 40 હજાર ITR ફાઇલ કરવામાં આવી રહ્યા છે

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કહે છે કે તેઓ પોર્ટલના લોકાર્પણના એક મહિના પછી પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સીબીડીટીએ કહ્યું કે, વપરાશકર્તાઓ આવકવેરા રીટર્ન 3,5,6  અને 7 ની અનઉપલબ્ધતા સંબંધિત અમુક મુદ્દાઓ પર ફરિયાદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં આઇટીઆર ફાઇલિંગ, ઇ-વેરિફિકેશન અથવા પોર્ટલમાં લોગીન સંબંધિત ફરિયાદ આવી રહી છે.

Top Stories Business
જામનગર 4 1 નવા પોર્ટલમાં સમસ્યા છતાંય દરરોજ 40 હજાર ITR ફાઇલ કરવામાં આવી રહ્યા છે

આવકવેરા વિભાગના નવા આવકવેરા પોર્ટલમાં સમસ્યા આવી રહી હોવાને લઇ ઘણી ફરિયાદો આવી રહી છે. ત્યારે આ બધી ફરોયાદો વચ્ચે પણ તેના પર દરરોજ આશરે 40 હજાર રિટર્ન ફાઇલ કરવામાં આવે છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે પોર્ટલની તકનીકી અવરોધોને ઠીક કરવા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કહ્યું છે કે નવા આવકવેરા પોર્ટલ પરની ઇ-એક્શન હેઠળ કુલ 24,781 જવાબો પ્રાપ્ત થયા છે. આ રોજ 40,000 થી વધુ આવકવેરા રીટર્ન (આઇટીઆર) ફાઇલ કરવામાં આવે છે.

તે જ સમયે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કહે છે કે તેઓ પોર્ટલના લોકાર્પણના એક મહિના પછી પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સીબીડીટીએ કહ્યું કે, વપરાશકર્તાઓ આવકવેરા રીટર્ન 3,5,6  અને 7 ની અનઉપલબ્ધતા સંબંધિત અમુક મુદ્દાઓ પર ફરિયાદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં આઇટીઆર ફાઇલિંગ, ઇ-વેરિફિકેશન અથવા પોર્ટલમાં લોગીન સંબંધિત ફરિયાદ આવી રહી છે. અને તેને સુધારાચાલી રહ્યા છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે સુવિધાઓને સરળ બનાવવા માટે કરદાતાઓ, કર વ્યાવસાયિકો અને આઈસીએઆઈના પ્રતિનિધિઓના અભિપ્રાયના આધારે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આવકવેરા બાબતોના સર્વોચ્ચ મંડળ સીબીડીટીએ જણાવ્યું હતું કે, કોઈપણ બાકી રહેલા પ્રશ્નોના નિરાકરણને ઝડપથી ઉકેલવા અને બાકીની તમામ સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ કરાવવા માટે ઈન્ફોસિસ સાથે સતત ચર્ચાઓ ચાલી રહી છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે હાલમાં લગભગ 8-10 લાખ લોકો નવા પોર્ટલમાં પ્રવેશ કરી રહ્યા છે અને સરેરાશ 40,000 આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આવી રહ્યા છે.

પોર્ટલ પર 62 લાખથી વધુ આધાર જોડાવાની વિનંતીઓ મળી છે, લગભગ 4.87 લાખ ઇ-પેન ઈશ્યુ કરવામાં આવ્યા છે અને ડીએસસીની 1.32 લાખ નોંધણીઓ પૂર્ણ થઈ ગઈ છે. કરદાતાઓના ફેસલેસ આકારણી માટેની તૈયારી કરવામાં આવી છે.