Not Set/ વેક્સિન હોવા છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો આજનો આંકડો

સમગ્ર વિશ્વમાં વેક્સિનેશન પ્રક્રિયા થઇ ઝડપી છતા કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

Top Stories World
2 268 વેક્સિન હોવા છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો આજનો આંકડો

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં આંકડાઓમાં ઘટાડો નથી થઇ રહ્યો. તાજેતરમાં કોરોનાની વેક્સિન હોવા છતા પણ કોરોનાનો આંક વધી રહ્યો છે, જે એક ખતરાની ગટંડી વાગી રહી હોય તેવુ છે. જણાવી દઇએ કે, કોરોનાનાં કેસ સમગ્ર વિશ્વમાં વધીને 17.99 કરોડથી વધુ થયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં કુલ 38.9 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

2 269 વેક્સિન હોવા છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો આજનો આંકડો

પ્રવેશ પ્રક્રિયા / રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

દુનિયામાં કોરોનાનાં કેસનો આંક

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે હાલમાં વિશ્વભરમાં કોરોનાનાં કેસો અને મૃત્યુઆંકની કુલ સંખ્યા અનુક્રમે 17,99,42,690 અને 38,98,983 પર પહોંચી ગયો છે. સીએસએસઇ અનુસાર, અમેરિકામાં આજે પણ સમગ્ર દુનિયામાં સૌથી વધારે કેસ છે. અમેરિકામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક અનુક્રમે 3,35,90,429 અને 603,178 છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં આજે પણ અમેરિકા નંબર વન પર છે. 3,01,31,445 કેસ સાથે ભારત કોરોના સંક્રમણનાં મામલે બીજા નંબર પર છે. સીએસએસઈનાં આંકડા મુજબ, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (1,82,43,483), ફ્રાંસ (58,26,134), તુર્કી (53.93,248), રશિયા (53,25,940), યુકે (47,00,691), આર્જેન્ટિના (43,50,564), ઇટાલી 42,55,700), કોલમ્બિયા (40,60,013), સ્પેન (37,77,539), જર્મની (37,32,914) અને ઈરાન (3,140,129). 509,141 કેસો સાથે કોરોનાથી થયેલા મૃત્યુના મામલામાં બ્રાઝિલ બીજા ક્રમે છે. ભારત (391,981), મેક્સિકો (231,847), પેરુ (191,073), રશિયા (129,278), યુકે (128,312), ઇટાલી (127,365), ફ્રાંસ (111,068) અને કોલમ્બિયા (102,636) ના મૃત્યુઆંક 1,00,000 કરતા વધારે છે.

11 વેક્સિન હોવા છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો આજનો આંકડો

ફરી સંકટની આશંકા / તો શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની થઇ શરૂઆત? કેટલાક શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

ભારતમાં કોરોનાનાં કેસનો આંક

ભારતમાં કોરોના વાયરસનો કહેર સંપૂર્ણપણે બંધ થયો નથી, મહામારીની બીજી લહેર ઓછી થઇ રહી છે, આ વચ્ચે ટૂંક સમયમાં ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ છે. છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19 ને કારણે 1,329 લોકોનાં મોત થયાં છે અને 51,667 નવા કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,01,31,445 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 3,93,310 પર પહોંચી ગયો છે. કોરોનાથી ઠીક થઇ રહેલા લોકોનો દર વધીને 96.61 ટકા થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 64,527 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે બાદ અત્યાર સુધીમાં કુલ ડિસ્ટાર્જની સંખ્યા 2,91,28,267 પર પહોંચી ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 6,12,868 છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 30,79,48,744 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

આમાં 60,73,912 લોકો શામેલ છે જેમને છેલ્લા 24 કલાકમાં વેક્સિન આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ગઈકાલે દેશમાં કોરોનાવાયરસ માટે 17,35,781 સેમ્પલોનું પરીક્ષણો કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં 39,95,68,448 સેમ્પલોનું પરીક્ષણો કરવામાં આવ્યુ છે.

majboor str 24 વેક્સિન હોવા છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો આજનો આંકડો