Not Set/ પાકિસ્તાનની મરીન એજન્સીએ ગુજરાતની બોટોમાં ચલાવી લૂંટ : સૂત્ર

કચ્છ, માછીમારોની બોટ લૂંટી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જો કે માછીમારો તરફથી આ લૂંટ અંગે કોઈ ખુલાસો થયો નથી. પરંતુ સૂત્રોના કહેવા પ્રમાણે રવિવારે રાત્રે જખૌ નજીકથી ગુજરાતની પાંચ બોટોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા લૂંટવામાં આવી હતી. બોટો લૂંટાઇ હોવા છતાં માછીમારોએ કોઈ ફોડ પાડ્યો નહોતો લૂંટની ઘટનાથી માછીમારોને મોટી નુકસાની વેઠવી […]

Top Stories Gujarat Others Trending
gujarat coast 759 પાકિસ્તાનની મરીન એજન્સીએ ગુજરાતની બોટોમાં ચલાવી લૂંટ : સૂત્ર
કચ્છ,
માછીમારોની બોટ લૂંટી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જો કે માછીમારો તરફથી આ લૂંટ અંગે કોઈ ખુલાસો થયો નથી. પરંતુ સૂત્રોના કહેવા પ્રમાણે રવિવારે રાત્રે જખૌ નજીકથી ગુજરાતની પાંચ બોટોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા લૂંટવામાં આવી હતી.
બોટો લૂંટાઇ હોવા છતાં માછીમારોએ કોઈ ફોડ પાડ્યો નહોતો લૂંટની ઘટનાથી માછીમારોને મોટી નુકસાની વેઠવી પડતી હોય છે. હજુ થોડા દિવસો પહેલા સલાયાની 3 બોટ લૂંટાઇ હતી, ત્‍યારે ગઇકાલે ફરી પાંચ બોટમાં લૂંટ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.