Not Set/ 71 વર્ષની ઉંમરે પણ ઝાયડ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા જૈમિનીબેન જોષી 

 
દાહોદ ની ઝાયડ્સ હોસ્પિટલ માં મેટ્રન તરીકે ફરજ બજાવતા જૈમિની બેન જોષી  71 વર્ષ ની વયે પણ યુવા ને શરમાવે તેવી સ્ફૂર્તિ થી દર્દીઓની સેવામાં જોડાયેલા છે અને આજીવન સેવા કરવાની ઈચ્છા ધરાવે છે. 

Top Stories Gujarat Trending
Untitled 354 71 વર્ષની ઉંમરે પણ ઝાયડ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા જૈમિનીબેન જોષી 

દાહોદ ની ઝાયડ્સ હોસ્પિટલ માં મેટ્રન તરીકે ફરજ બજાવતા જૈમિની બેન જોષી  71 વર્ષ ની વયે પણ યુવા ને શરમાવે તેવી સ્ફૂર્તિ થી દર્દીઓની સેવામાં જોડાયેલા છે અને આજીવન સેવા કરવાની ઈચ્છા ધરાવે છે.

હાલ કોરોના મહામારી વચ્ચે અનેક મેડીકલ સ્ટાફ નોકરી કરતાં ડરે છે ત્યારે દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ માં મેટ્ર્ન તરીકે ફરજ બજાવતા 71 વર્ષીય જૈમિનીબેન જોષી જે રીતે નીડરતા અને યુવાધન ને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ થી કામ કરતાં જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે. હમેશા હસતો  ચહેરો અને કામ માં સ્ફૂર્તિ સાથે જ દરેક સ્ટાફ સાથે અને દર્દીઓ સાથે હળીમળીને કામ કરતાં જૈમિની બેન માટે સૌ કોઈને આદર છે. આટલી ઉમરે પણ જૈમિની બેન ને કોઈપણ જાતની બીમારી નથી અને જીવન ના અંતિમ શ્વાસ સુધી દર્દી ઑ ની સેવા કરવાના નિર્ધાર સાથે તેઓ સેવા કરી રહ્યા છે.

જૈમિનીબેન ના પિતા દાહોદ માં પેઈન્ટીંગ નું કામ કરતાં હતા અને જૈમિનીબેન જ્યારે 8 માં ધોરણ માં અભ્યાસ કરતાં હતા. ત્યારે કેન્સર ના રોગ થી તેમના પિતા નું અવસાન થયું. અને ત્યારબાદ ટૂંકાગાળા માં હાર્ટએટેક થી માતા નું પણ અવસાન થયું. ઘરમાં જ આવી બીમારી જોઈ ને જૈમિનીબેન ને દર્દીઓ ની સેવા કરવાની પ્રબળ ઇચ્છા થઈ અને એમને SSC પાસ કરી જામનગરની ઇરવીન કોલેજ માં નર્સિંગ નો અભ્યાસ કર્યો અને ત્યાની જ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી શરૂ કરી અને ત્યારબાદ 1979 રાજ્ય સરકારની સેવામાં જોડાયા બાદ 2009 માં નિવૃત્ત થયા પછી પણ અલગ અલગ ખાનગી હોસ્પિટલો માં ફરજ બજાવી.  હાલ છેલ્લા ત્રણ વર્ષ થી દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ માં  મેટ્રન તરીકે ફરજ બજાવે છે. ઝાયડ્સ હોસ્પિટલ ની 275 જેટલા નર્સિંગ સ્ટાફની એટેન્ડેંટ્સ લેવાનું કામ જૈમિનિબેન કરે છે. આટલી ઉમરે પણ તેઓ કોઈપણ કામ બિલકુલ સહજતાથી કરી લે છે. અને હાલ કોરોના મહામારી માં પણ તેઓ કોઇ ડર વગર દર્દીઓ ની સેવા કરવા તત્પર છે.

આજીવન કુંવારા રહી દર્દીઓની સેવામાં જોડાયેલા જૈમિની બેનને કોઈપણ જાતનો નખમા’ય રોગ નથી.  એક જ ટાઈમ જમે છે અને હોસ્પીટલ અને ઘરનું કામ ઉત્સાહથી અને સ્ફૂર્તિથી કરતાં જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે. તેમના પ્રેમાળ સ્વભાવ થી દર્દીઓ પણ ખુશ થઈ ને ઘરે જાય છે . હોસ્પીટલમાં  પણ ભાગ્યે જ તેઓ લિફ્ટ નો ઉપયોગ કરે છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ રીતે જ સેવા કરતી રહીશ.