Gandhinagar/ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત બંગલેથી અટકાયત કરાઈ હતી. બેનામી વ્યવહારના પગલે અટકાયતની શક્યતા છે

Top Stories Gujarat Others
vipul પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત બંગલેથી અટકાયત કરાઈ હતી. બેનામી વ્યવહારના પગલે અટકાયતની શક્યતા છે. તેમણે ચૂંટણી આવતાની સાથે જ સક્રિય થઈને અર્બુદા સેનાની સ્થાપના કરી હતી અને ચૌધરી સમાજને એક કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમણે મહેસાણાની દુધસાગર ડેરીના ચેરમેન વિરૂદ્ધ પણ રણશિંગુ ફુક્યું હતું.  આથી એમ લાગતું હતું કે, તેઓ 2022ની વિધાનસભા ચૂંટણી માટે સક્રિય થઈ રહ્યા છે. આથી તેમની સરકાર દ્વારા અટકાયત કરાઈ હોવાની શક્યતા છે. વિપુલ ચૌધરીની અટકાયત કરવા માટે ખાનગી વેશમાં પોલીસ ત્રાટકી હતી.

તમને જણાવી દઇએ કે, સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.

અત્રે નોધનીય છે કે મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિધાનસભાની ચૂંટણી નજીયક આવતા રાજકારણમાં સક્રિય બન્યા છે.   જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ તેમની રાજકીય ગતિવિધીઓ તેજ થઇ છે. તેમણે અર્બુદાસેનાની સ્થાપના કરી હતી. અને  અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા હતા.