Ahmedabad News : અમદાવાદ સાણંદના સનાથલ ગામમાં એક અણધારી ઘટના બની, જ્યાં લોકપ્રિય લોકગાયક દેવાયત ખવડની કાર પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં કારના ચાલક કાનાભાઈને શારીરિક થોડી ઈજાઓ પહોંચી હતી, જેના કારણે દેવાયત ખવડના ચાહકોમાં ચિંતાનું વાતાવરણ છવાયું.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના પાછળનું કારણ દેવાયત ખવડના ડાયરાના એક કાર્યક્રમ સાથે જોડાયેલું હતું, જે સનાથલ ગામમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેવાયત ખવડની ગેરહાજરીએ સ્થાનિક લોકોમાં નારાજગી પેદા કરી, જે આ હિંસક કૃત્યમાં પરિણમી હતી. પોલીસના જણાવ્યા મુજબ દેવાયત ખાવડે એક જ તારીખે 2 અલગ-અલગ કાર્યક્રમો માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી, જેના કારણે આ વિવાદ થયો હતો.
આ ઘટનાએ માત્ર કલાકારની સુરક્ષાનો મુદ્દો જ નહીં, પરંતુ કાર્યક્રમોના આયોજન અને કલાકારોની પ્રતિબદ્ધતા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. આ ઘટનાએ લોક કલાકારોની સુરક્ષા અને તેમના કાર્યક્રમોના આયોજન અંગે નવી ચર્ચાઓ શરૂ કરી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
@ Chirag
આ પણ વાંચો: ભાવનગરના ધારાસભ્યના પુત્રની કાર પર હુમલો, એક શખ્સની ધરપકડ
આ પણ વાંચો: ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આસામમાં જયરામ રમેશની કાર પર હુમલો, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો આરોપ
આ પણ વાંચો: જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના પત્રકાર પર હુમલો, જુઓ
