ભેંસની દારૂ પાર્ટી/ ચિલોડામાં ભેંસોએ ઈંગ્લીશ દારૂ પીધો અને પછી માલિકને થઇ જેલ

તબેલામાં ભેંસો આમતેમ કૂદવા લાગતા માલિકે પશુ ના ડોક્ટર ને બોલાવ્યા હતા. જ્યારે ડોક્ટર તબેલા પર ગયા ત્યારે તેમણે ભેંસ નું પીવાનું પાણી જોયું..

Gujarat Others

તમે દારૂના નશામાં માણસોને લડખડાતા તો તમે જોયા હશે પરંતુ શું તમે ક્યારે કોઈ ભેંસને દારૂના નશામાં ઝૂમતા જોઈ છે, જી હા આવું જ કંઇક બન્યું છે ગાંધીનગરમાં ભેંસો દારૂના નશામાં ધૂત થઈને મસ્તી કરવા માંડી હોવાનો એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. ભેંસો નશામાં હોવાના સમાચાર મળતા જ પોલીસે માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તેના પાસેથી દારૂની બોટલો જપ્ત કરી હતી.

અસલમાં ભેંસોના માલિકે તબેલામાં મોટી માત્રામાં દારૂની બોટલો છૂપાવીને રાખી હતી. જ્યારે પોલીસે તબેલા પર છાપો માર્યો તો ત્યાંથી 101 દારૂની બોટલો મળી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલા જ ભેંસોએ દારૂવાળું પાણી પી લીધું હતુ, તેથી આ માલિકની પોલ ખુલી ગઈ હતી.

દિનેશ ઠાકોર તેની બે ભેંસો અને એક વાછરડું બીમાર પડતાં કુંજદ ગામે પશુચિકિત્સકની સલાહ લીધી હતી. તેઓએ ડોક્ટરને કહ્યું કે, તેમના પ્રાણીઓએ ખાવાનું બંધ કરી દીધું છે. અને તેમના મોં માંથી ફીણ નીકળી રહ્યો છે. તેમનો વ્યવહાર સામાન્ય લાગતો ન હતો.

આ પણ વાંચો :  દેશના ઇ-વાહનોના ચાર્જીંગસ્ટેશનનો પ્રારંભ ગુજરાત ના આ જીલ્લામાં કરવામાં આવ્યો

તબેલામાં ભેંસો આમતેમ કૂદવા લાગતા માલિકે પશુ ના ડોક્ટર ને બોલાવ્યા હતા. જ્યારે ડોક્ટર તબેલા પર ગયા ત્યારે તેમણે ભેંસ નું પીવાનું પાણી જોયું અને રંગ લગ લાગતા તેમને શંકા ગઈ હતી. પાણીનો રંગ બદલાઈ ગયો હતો અને તેમાંથી અસ્પષ્ટ ગંધ આવી રહી હતી.ડોકટરે આ બબાતે કહ્યું તો માલિકે કહ્યું કે ઝાડના પાંદડા અને અન્ય વસ્તુ પડવાથી રંગ બદલાયો છે.

જોકે આ જવાબથી ડોક્ટર સંતુષ્ટ ન હતા એટલે તેમણે એલસીબી ટીમને તેના વિશે માહિતી આપી હતી.બાદ માં પોલીસ તબેલા પર પહોંચી તો તે પણ ચોંકી ગઈ કેમ કે તેમને ત્યાં મોટી માત્રામાં દારુ મળી આવ્યો હતો. તબેલા માંથી ઝડપાયેલા દારૂની કુલ કિંમત ૩૫૦૦૦ રૂપિયા આસપાસ હતી.દારૂની કેટલીક બોટલો તૂટી ગઈ હતી જેના કારણે દારૂ પાણીમાં ભળી ગયું અને ભેંસો એ તે પાણી પી લેતા સ્થિતિ બગડી હતી.

આ પણ વાંચો :વિજયભાઈ રૂપાણીએ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

આ ભેંસના માલીકે મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હતો. પોલીસે તબેલા પર દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી દારૂની 101 બોટલો મળી આવી હતી. દારૂ વાળું પાણી પોવાથી ભેંસ આમતેમ કૂદવા લાગી હતી અને એક ભેંસની તબિયત પણ બગડી હતી,

નોંધનીય છે કે, દારૂની કેટલીક બોટલો તૂટી ગઇ હતી જેના કારણે દારૂ ભેંસના પીવાનાં પાણીમાં જતું રહ્યું હતું. ભેંસોએ આ પાણી પી લીધું જેના કારણે તે બેકાબૂ બની ગઇ હતી.

પોલીસે આ અંગે તપાસ કર્યા બાદ આ ગમાણના માલિક દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરૂદ્ધ નશાબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :વાહન ચેકિંગ વખતે રીક્ષાને ડમ્પરે લીધી અડફેટે, મહિલા કોન્સ્ટેબલનું મોત