અકસ્માત/ વાહન ચેકિંગ વખતે રીક્ષાને ડમ્પરે લીધી અડફેટે, મહિલા કોન્સ્ટેબલનું મોત

ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે એક રીક્ષાએ વાહનોને અડફેટે લીધા હતા. રીક્ષાએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.

Gujarat Surat

સુરતમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃત્યુ પામનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ હિનાબેન છે. પાંડેસરા પોલીસે ટ્રક ચાલકને પકડવા તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે એક રીક્ષાએ વાહનોને અડફેટે લીધા હતા. રીક્ષાએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં હીનાબેન નામના મહિલા પોલીસ કર્મચારી વધુ ઘવાયા હતા. તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. મોતને ભેટેલા 37 વર્ષીય હીનાબેન5 વર્ષથી પોલીસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતાં.

આ પણ વાંચો :પશ્ચિમ રેલવે દ્વારા ટિકિટના દર ૧૦ રૂપિયા માંથી વધારીને ૩૦ રૂપિયા કરવામાં આવ્યા

રાત્રે એક રીક્ષા ચાલકને ઉભો રાખી પેપર ચેક કરતી વખતે પાછળથી આવતા ડમ્પરના ચાલકે રીક્ષા સાથે ત્રણેય પોલીસ કર્મચારીઓને અડફેટે લીધા હતા અને પછી ડમ્પર લઈને ચાલક નાસી ગયો હતો. આ દુર્ઘટનામાં હીનાબેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બન્ને પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી.

મૂળ સાબરકાંઠા અરવલ્લીના રહેવાસી અને મૃતક પોલીસ કર્મીના પતિ જયેશ મોરીએ જણાવ્યું હતું કે, તેમના લગ્નને 13 વર્ષ થયા હતાં. હીના બે સંતાનની માતા હતી. નાઈટ પાળીમાં નોકરી હોવાનું કહી ઘરેથી નીકળી હતી. નાઈટ પાળીની નોકરી કાળ મુખી સાબિત થઇ હોવાનું કહી શકાય છે. જોકે, અકસ્માતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડમ્પર ચાલક ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  જામનગર વાસીઓ માટે રાહતના સમાચાર, મુંબઈની બંધ ફ્લાઇટ થશે શરૂ

આ પણ વાંચો :રાજકોટમાં આવતીકાલે ૦૬ સેસન સાઇટ ખાતે માત્ર કોવેક્સીન રસીનો બીજો ડોઝ અપાશે : વિદેશ જનાર માટે