Not Set/ મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ બર્થ ડે સેલિબ્રેશનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા,આયોજક સામે ગુનો નોંધાયો

અમદાવાદમાં એક ડોગની બર્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક લોકો મોટી સંખ્યામાં સામેલ થયા હતા ,

Top Stories Gujarat Uncategorized
18 મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ બર્થ ડે સેલિબ્રેશનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા,આયોજક સામે ગુનો નોંધાયો

અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
નિકોલના મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડી.જે.પાર્ટી
પોલીસ પરમીશન વગર પાર્ટીનું આયોજન
બર્થ ડે પાર્ટીના આયોજન પર પોલીસ અજાણ
ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ બર્થ ડે સેલિબ્રેશન
પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
આયોજકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજ્યમાં કોરનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોની બેદરકારી પણ સામે આવી રહી છે, મેટ્રો સીટી અમદાવાદમાં સૈાથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે હજુપણ લોકો લાપરવાહી વર્તી રહ્યા છે, અમદાવાદમાં એક ડોગની બર્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક લોકો મોટી સંખ્યામાં સામેલ થયા હતા ,આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા ,આ પાર્ટીમાં ડી,જે,પાર્ટી પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં એક ડોગ બર્થે ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું એ પણ કોઇ પણ પોલીસ મંજૂરી વગર . આ ડોગ બર્થ ડે સેલિબ્રેશનમાં અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેના પગલે કોરોનાની ગાઇડલાઇનનું બંગ કરતા જોવા મળ્યા હતા, પોલીસે આની જાણ થતાં આ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આયોજકો વિરૂદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.