Not Set/ ધનાશ્રી વર્માએ માધુરીનાં ગીત પર કર્યો જબરદસ્ત ડાંસ

ભારતીય ક્રિકેટ ટીમનાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ તેના ડાંસથી લોકોનું દિલ જીતવાની કોઈ કસર છોડી નથી. તેના વીડિયો અને ફોટા હંમેશા સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થાય છે.

Videos
sss 15 ધનાશ્રી વર્માએ માધુરીનાં ગીત પર કર્યો જબરદસ્ત ડાંસ

ભારતીય ક્રિકેટ ટીમનાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ તેના ડાંસથી લોકોનું દિલ જીતવાની કોઈ કસર છોડી નથી. તેના વીડિયો અને ફોટા હંમેશા સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થાય છે. આવી જ સ્થિતિ ધનાશ્રી વર્માનાં ડાંસ વીડિયો સાથે પણ જોવા મળી રહી છે, જેમાં તે માધુરી દીક્ષિતનાં ગીત ‘ચને કે ખેત મે’ પર ડાંસ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં, જ્યાં ધનાશ્રી વર્મા માધુરી દીક્ષિતનાં ગીત પર જબરદસ્ત અંદાજમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે તેનો ડાંસ જોતી વખતે ત્યાં હાજર લોકો પણ ખૂબ સીટીઓ વગાડતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો – ‘નાચ મેરી રાની’ સોંગ પર મહિરા શર્માએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ

ધનાશ્રી વર્માનો આ વીડિયો ડાંસ ફેકલ્ટી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં ધનાશ્રી વર્મા બ્લુ ટોપ અને ગ્રે જિન્સમાં જોવા મળી રહી છે. તેમાં તેનો ડાંસ જોયા પછી દરેક લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં, યુઝવેન્દ્ર ચહલની મંગેતરનાં માધુરી દીક્ષિતનાં ગીત પર સ્ટેપ અને એક્સપ્રેસન જોવા જેવા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે યુઝવેન્દ્ર ચહલની મંગેતરે તેના ડાંસથી આ રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. આ પહેલા પણ તે ઘણા વીડિયોનાં કારણે હેડલાઇન્સમાં રહી ચુકી છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઇએ કે, ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ ડાંસ દ્વારા તેણે પોતાની જબરદસ્ત ઓળખ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. ધનાશ્રી વર્માની યુટ્યુબ ચેનલનાં પણ 2 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ મળી ચૂક્યા છે, જેની માહિતી તેણે પોતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી હતી.

આ પણ વાંચો – કૃતિ ખરબંદાનો બ્લેક આઉટફીટમાં પોલ ડાંસ વાયરલ

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં તેણે યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી, જેના ફોટા પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. આ દિવસોમાં, દુબઈમાં યુઝવેન્દ્ર ચહલને ટેકો આપવા માટે ધનાશ્રી વર્મા ત્યાં રોકાઈ છે. તે હંમેશાં સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેના પ્રશંસકો સાથે ફોટા અને વીડિયો શેર કરે છે.