Not Set/ ધનાશ્રી વર્મા પહોંચી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનાં રૂમમાં, અને પછી થયુ કઇંક આવુ

ધનાશ્રી વર્મા તાજેતરમાં જ તેના મંગેતર યુઝવેન્દ્ર ચહલને સપોર્ટ આપવા દુબઈ આવી પહોંચી છે. દુબઈ પહોંચ્યા તે મેચનાં દરમિયાન તેને ખુબ ખુશખુશાલ પણ જોવા મળી હતી.

Videos
sss 6 ધનાશ્રી વર્મા પહોંચી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનાં રૂમમાં, અને પછી થયુ કઇંક આવુ

ધનાશ્રી વર્મા તાજેતરમાં જ તેના મંગેતર યુઝવેન્દ્ર ચહલને સપોર્ટ આપવા દુબઈ આવી પહોંચી છે. દુબઈ પહોંચ્યા તે મેચનાં દરમિયાન તેને ખુબ ખુશખુશાલ પણ જોવા મળી હતી. વળી તાજેતરમાં જ ધનાશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ડાંસર તેના મંગેતરને સરપ્રાઈઝ આપતી જોવા મળી રહી છે. આ વીડિયો ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’નાં ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, યુઝવેન્દ્ર ચહલ તેની હોટલનાં રૂમમાં આરામથી સૂઈ રહ્યો છે, જ્યારે ધનાશ્રી આવે છે અને તેના રૂમની ઘંટડી વગાડે છે. યુઝવેન્દ્ર ચહલ ધનાશ્રી વર્માને જોતાં જ તે ચોંકી ગયો. આપને જણાવી દઈએ કે, 11 ઓક્ટોબરે મેચ બાદ ધનાશ્રી આવવાની હતી. જો કે, તેણે પહેલા આવીને યુઝવેન્દ્રને આશ્ચર્યચકિત કરી દીધુ. વીડિયોમાં યુઝવેન્દ્રની પ્રતિક્રિયા જોવા જેવી છે. વળી ચાહકો બંનેની આ સુંદર વીડિયો પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માની સગાઈ તાજેતરમાં થઈ છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ હતી. યુઝવેન્દ્ર ચહલે પોતાની કુશળતાથી ભારતીય ક્રિકેટ ટીમમાં જબરદસ્ત ઓળખ બનાવી છે, ત્યારે ધનાશ્રી વર્મા તેના ડાંસ વીડિયોને લઇને ખૂબ ચર્ચામાં છે. તે વ્યવસાયે પ્રખ્યાત યુટ્યુબર તેમજ ડોક્ટર છે. ધનાશ્રી ઘણી વાર તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે.