Not Set/ કોંગ્રેસ એક પરિવારની જ છે પાર્ટી છે, સ્મૃતિ ઈરાનીનો રણકાર

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીઆજે ગુજરાતમાં પેટાચુંટણીના પ્રચાર અર્થે આવેલા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન સ્મૃતિ ઈરાની મોરબી, લીંબડી કરજણ અને ગઢડા વિધાનસભા વિસ્તારમાં જનસભાને સંબોધન કરવાના છે.

Top Stories Gujarat Others
rupal 4 કોંગ્રેસ એક પરિવારની જ છે પાર્ટી છે, સ્મૃતિ ઈરાનીનો રણકાર

ગુજરાતમાં પેટા ચૂંટણી ના પ્રચારનું કાર્ય હવે વેગ પકડી રહ્યું છે. રાજકીય નેતાઓ હવે જનતા વચ્ચે જઇ વોટ માંગી રહ્યા છે અને વિકાસ ની વાતો કરી રહ્યા છે ભાજપ દ્વારા શિડયુલ ગોઠવી દેવાયુ છે તે મુજબ સ્ટાર પ્રચારકો હવે ગુજરાત માં પ્રચાર કાર્ય વેગવંતું બનાવી દીધું છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીઆજે ગુજરાતમાં પેટાચુંટણીના પ્રચાર અર્થે આવેલા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન સ્મૃતિ ઈરાની મોરબી, લીંબડી કરજણ અને ગઢડા વિધાનસભા વિસ્તારમાં જનસભાને સંબોધન કરવાના છે. મોરબીમાં સ્મૃતિ ઈરાનીએ જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસએ ડૂબતી નાવડી છે. તો સાથે હાર્દિક પટેલ ઉપર પણ તેમને આકરા પ્રહાર કર્યા  હતા. તો સાથે  કલમ 370 મુદ્દે વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કલમ 370નો વિરોધ કરનાર ગદ્દાર કે અન્ય ગદ્દાર? જેવા સવાલો કાર્ય હતા.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી નથી કરી શકી તે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિશે શું બોલી શકે,  કોંગ્રેસ એક પરિવારની જ છે પાર્ટી છે .

આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ બેઠક પર ચૂંટણી સભા ગજવશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ધારી વિધાનસભા અંતર્ગત બગસરા, ધારી, મોટા સમઢિયાળા અને ચલાલાનો ચૂંટણી પ્રવાસ યોજશે.