Not Set/ ICC World Cup PAK vs NZ : ન્યૂઝીલેન્ડ સામે હાર મળશે તો પાકિસ્તાનની ટીમ માટે ટોપ 4 માં પહોચવું બનશે મુશ્કેલ

આઈસીસી વિશ્વકપ 2019માં પોતાની આશાને જીવંત રાખવા માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને આવતા મેચમાં બુધવારે એજબેલ્ટનમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવાનો રહેશે. પાકિસ્તાન એવી સ્થિતિમાં છે કે તેના માટે આ ટૂર્નામેન્ટમાં હવે દરેક મેચ કરો યા મરો બરાબર બની ગઇ છે. અંતિમ 4 માં જવા માટે પાકિસ્તાનને હવે પોતાની દરેક મેચ જીતવી પડે તેમ છે. તેણે અત્યાર સુધીમાં […]

Top Stories Sports
pak vs nz ICC World Cup PAK vs NZ : ન્યૂઝીલેન્ડ સામે હાર મળશે તો પાકિસ્તાનની ટીમ માટે ટોપ 4 માં પહોચવું બનશે મુશ્કેલ

આઈસીસી વિશ્વકપ 2019માં પોતાની આશાને જીવંત રાખવા માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને આવતા મેચમાં બુધવારે એજબેલ્ટનમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવાનો રહેશે. પાકિસ્તાન એવી સ્થિતિમાં છે કે તેના માટે આ ટૂર્નામેન્ટમાં હવે દરેક મેચ કરો યા મરો બરાબર બની ગઇ છે. અંતિમ 4 માં જવા માટે પાકિસ્તાનને હવે પોતાની દરેક મેચ જીતવી પડે તેમ છે. તેણે અત્યાર સુધીમાં બે મેચમાં જીત મેળવી છે.

પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચમાં વરસાદ મોટો વિઘ્ન બની રહ્યુ છે. વરસાદનાં કારણે ટોસ હજુ સુધી થઇ શક્યો નથી.

ગત મેચમાં પાકિસ્તાને હેરિસ સોહેલને રમવાની તક આપી હતી અને તેણે તકનો પૂરો ફાયદો ઉઠાવતા હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ સોહેલથી ટીમને આ જ આશા હશે. વળી બાબર આજમ, મોહમ્મદ હફીઝને પણ પોતાની જવાબદારી સંભાળતા પોતાની ભૂમિકા સમજવાની રહેશે. સિવાય ફખર જમનથી પણ ટીમને ઘણી આશાઓ હશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ આમિર પાકિસ્તાની ટીમનો મુખ્ય હથિયાર છે, જે અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટમાં 15 વિકેટ લઇ ચુક્યો છે. પાકિસ્તાનની બોલિંગ તેની આસપાસ ફરતી જોવા મળે છે. વળી વહાબ રિયાજ અને હસન અલીને પણ સતત સાથે દેવાની જરૂરત છે.

પાકિસ્તાનની સૌથી મોટી ચિંતાનું કારણ તેની ફિલ્ડિંગ છે. અહી પાકિસ્તાનને સુધાર કરવાની ખાસ જરૂર દેખાઇ રહી છે. જો કે આ મેચમાં તેની ફિલ્ડિંગને તે મજબૂત કરવાનો પ્રયત્ન કરશે તેવી પણ આશા છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

બીજી તરફ ન્યૂઝીલેન્ડની વાત કરવામાં આવે તો ટીમ પૂરી રીતે સંતુલિત છે અને તે સતત સારુ પ્રદર્શન કરી રહી છે. વેસ્ટ ઈંન્ડિઝની વિરુદ્ધ શરૂઆતમાં જ બે વિકેટ જલલ્દી પડી ગઇ હોવા છતા કેપ્ટન કેન વિલિયમસન અને રોસ ટેલરે ટીમને સંભાળી હતી. વિલિયમસન ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને પાકિસ્તાની બોલરો માટે સૌથી મોટો ખતરો બની રહે તેવી પણ આશા છે. વળી કોલિન ડી ગ્રેંડહોમ. લોકી ફર્ગૂસન પણ સારી બેટિંગ કરી ટીમને પૂરો સપોર્ટ કરી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડ

માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલિન ડી ગ્રેંડહોમ, મિચેલ સેંટનર, લોકી ફર્ગ્યૂસન, મેટ હેનરી અને ટ્રેટ બોલ્ટ.

પાકિસ્તાન

ફખર જમાન, ઈમામ વસીમ, બાબર આજમ, મોહમ્મદ હફીઝ, હેરિસ સોહેલ, સરફરાજ અહમદ, આમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન શાહ અફ્રિદી, વહાબ રિયાજ અને મોહમ્મદ આમિર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.