Divorce/ છૂટાછેડા બાદ પણ એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત, જાણો શું છે કારણ

દક્ષિણના કલાકારો ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે તાજેતરમાં જ છૂટાછેડા લીધાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા.

Entertainment
ધનુષ

દક્ષિણના કલાકારો ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે તાજેતરમાં જ છૂટાછેડા લીધાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા. પરંતુ હવે આ બંને સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. ઐશ્વર્યા અને ધનુષ હૈદરાબાદની એક હોટલમાં જોવા મળ્યા હતા. આ સમાચારની પુષ્ટિ કરતા, ETimes એ તેના અહેવાલમાં કહ્યું કે રામોજી રાવ સ્ટુડિયોની નજીકની એક હોટલમાં રોકાયા છે. જ્યાં બંને પોતાના અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એક એવી હોટલ છે જ્યાં સ્ટાર્સ રોકાય છે. તે રામોજી રાવ સ્ટુડિયોની ખૂબ નજીક છે.

આ પણ વાંચો :સૈફના દીકરા ઈબ્રાહિમ સાથે પલક તિવારીની ડિનર ડેટ, કેમેરા સામે આવતા અભિનેત્રીએ કર્યું આવું…

a 125 1 છૂટાછેડા બાદ પણ એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત, જાણો શું છે કારણ

અહેવાલો અનુસાર, અભિનેતા ધનુષ એક ફિલ્મ માટે હોટલમાં રોકાયો છે જ્યારે ઐશ્વર્યા તેના આગામી પ્રોજેક્ટ માટે તૈયારી કરી રહી છે. તે ટૂંક સમયમાં એક રોમેન્ટિક ગીતનું નિર્દેશન કરતી જોવા મળશે. જેમાં છોકરી સાઉથની સેલિબ્રિટીની દીકરી છે અને છોકરો મુંબઈનો છે.

a 125 3 છૂટાછેડા બાદ પણ એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત, જાણો શું છે કારણ

ધનુષ અને ઐશ્વર્યાએ પાંચ દિવસ પહેલા તેમના છૂટાછેડાની માહિતી આપી હતી અને હવે બંને તેમની પ્રોફેશનલ લાઈફ પર ફોકસ કરી રહ્યા છે. ધનુષે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી.

a 125 2 છૂટાછેડા બાદ પણ એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત, જાણો શું છે કારણ

ધનુષે સોશિયલ મીડિયા પર શેર કરી હતી પોસ્ટ

અભિનેતાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “18 વર્ષથી અમે મિત્રો, કપલ, એકબીજાના શુભચિંતકો અને માતાપિતા તરીકે સાથે હતા. અમારી સફર વધવા, સમજવા, એડજસ્ટ અને અનુકૂલન કરવાની રહી છે. આજે અમે એ જગ્યાએ ઉભા છીએ જ્યાંથી અમારો સંબંધ અલગ છે. ઐશ્વર્યા અને મેં એકબીજાથી અલગ થવાનો  નિર્ણય લીધો છે. અમારા નિર્ણયનો આદર કરો અને અમને તેમાંથી બહાર આવવા માટે સમય આપો.” આ સમાચાર જાણ્યા પછી ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો હતો. 18 નવેમ્બર 2004ના રોજ, ધનુષ અને ઐશ્વર્યાએ સાત ફેરા લીધા. બંનેના લગ્ન ખૂબ જ ભવ્ય હતા જેમાં સાઉથના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

આ પણ વાંચો :લોકો મારા માટે રસપ્રદ અને પડકારરૂપ ભૂમિકાઓ લખી રહ્યા છે!: શેફાલી શાહ

આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાના ઘરે દીકરો આવ્યો કે દીકરી! સામે આવી રહ્યા છે આ સમાચાર

આ પણ વાંચો :સલમાન ખાનનું નવું સોંગ મેં ચલા રિલીઝ, આ સોંગ બનાવવા પાછની સ્ટોરી છે રસપ્રદ

આ પણ વાંચો :અક્ષય કુમારની સૌ પ્રથમ વેબ સીરિઝના દિગ્દર્શન માટે ત્રણ દિગ્દર્શકો વચ્ચે હોડ