ધર્મ વિશેષ/ સુમિત્રાજી અને ઉર્મિલાજી પણ આદર્શ મુર્તિ નારી રત્ન

હકિકતમાં રામાયણના નારી રત્નોમાં ઉર્મિલાએ સંપૂર્ણ ત્યાગનુ અને માતા જાનકીજી જેમ જ પતિ ભકિતનું પ્રતિક છે. માતા સીતાએ પતિની સાથે રહી દુ:ખ વેઠયા

Dharma & Bhakti
ramayan સુમિત્રાજી અને ઉર્મિલાજી પણ આદર્શ મુર્તિ નારી રત્ન

વનવાસ સમયે રામ-સીતાને માતા-પિતા સમાન ગણવા લક્ષ્મણજીને આપેલી શીખ એ જ સુમિત્રાજીનું વંદનીય કાર્ય છે જયારે પતિની આજ્ઞા અનુસાર વિરહમાં રડયા વગર સાસુઓની સેવા કરનાર લક્ષ્મણજી પત્ની ઉર્મિલાજી પણ અનોખો આદર્શ આપી ગયા

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

સમગ્ર વિશ્ર્વને આદર્શના પાઠ શીખવનાર ભારતના ધાર્મિક ગ્રંથ રામાયણ એક વિશ્ર્વનો પથદર્શક છે. રામાયણના પાત્રો વિશ્ર્વને રાહ ચીંધનારા છે. રામાયણનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે તેમાં જાણીતા રામ કથાકાર પુ.મોરારીબાપુ કહે છે તે પ્રમાણે સત્ય, પ્રેમ અને કણા તો છે જ વચન પાલક પિતા પણ છે. પિતાના વચન ખાતર રાજસિંહાસન છોડી વનવાસનો માર્ગ ગ્રહણ કરનાર પુત્ર પણ છે. મોટાભાઇની સેવામાં સમર્પણ થનાર સેવક જેવો નાનો ભાઇ પણ છે. જયારે પોતાને મળી રહેલી રાજગાદી સંભાળતા પહેલા ઇન્કાર કરનાર અને પછી મોટાભાઇની આજ્ઞાથી અયોઘ્યાના સિંહાસન પર મુકીને પોતે સન્યાસી જેવું જીવન જીવનાર ભાઇ પણ છે. તો સૌથી નાનો હોવા છતા ત્રણેય ભાઇઓના સેવક જેવુ જીવન જીવનાર છતા અનેક પરાક્રમ કરનાર ભાતૃપ્રેમની પરિસીમા સમો અને મોટાભાઇ-ભાભીના લાડકો બનનાર મહાપુરૂષ પણ છે. દશરથ રામ-લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનના જીવનમાં એક નહી અનેક આદર્શો સુભગ સમન્વય છે.

himmat thhakar 1 સુમિત્રાજી અને ઉર્મિલાજી પણ આદર્શ મુર્તિ નારી રત્ન
જયારે કૌશલ્યા સુમિત્રા અને કૈકૈયી જેવી માતાઓ પણ છે. ભલે કૈકેયી માતાએ તેની દાસી મંથરાની ચડામણીથી રામને વનવાસ મોકલવાનુ કામ પોતાના વચનનુ રાજા દશરથ પાસે કરાવ્યુ હોય પણ પછી આખી જિંદગી પસ્તાવો અને આંસુ વહાવીને જ પસાર કરી છે. અને આંસુ વહાવીને જ પસાર કરી છે. જયારે માતા કૌશલ્યા પણ આદર્શ પત્ની તરીકે પુરવાર થયા છે તો આદર્શ માતા તરીકે અને પુત્રવધુને પુત્રી સમાન ગણનાર આદર્શ સાસુ તરીકે પુરવાર થયા છે. જયારે લક્ષ્મણજી માતા સુમિત્રા પણ એક આદર્શ નારી હતા. જયારે ભગવાન રામને વનવાસ થાય છે ત્યારે પહેલા તો લક્ષ્મણજી ક્રોધીત થઇ બળવો કરવા સુધીની વાત કરે છે. પરંતુ પિતાના વચન માટે પોતે વનમાં જઇ રહ્યા છે તે માટે કુટુંબ, રાજય સામે મેદાને પડાય નહી તેવી જયારે શીખ આપે છે ત્યારે લક્ષ્મણજી શાંત પડે છે પણ ભગવાન રામની સેવામાં વ્યસ્ત રહેવા વનમાં સાથે રહેવાનો આગ્રહ રાખે છે. ત્યારે ભગવાન રામ કહે છે કે પહેલા માતા સુમિત્રાની રજા લઇ ત્યાં તે વખતે જ માતા સુમિત્રા ત્યાં આવી જાય છે. તેવે સમયે માતા સુમિત્રા ત્યાં આવી જાય છે. તેવે સમયે માતા સુમિત્રા લક્ષ્મણજીને જે શીખ આપે છે તે આદર્શ માતા અને પુત્રને સાચી પ્રેરણા આપનારી જન્મદાત્રીની વ્યાખ્યામાં માતા સુમિત્રાને મુકે છે માતા સુમિત્રાજી લક્ષ્મણને કહે છે કે 14 વર્ષ સુધી રામ તારા પિતા છે. અને જાનકી તારી માતા છે. એમ સમજીને તારે તેની સેવા કરવાની છે. આમા ઘણુ બધુ આવી જાય છે.

मायावी राक्षसनी हिडिम्बा को जब हो गया भीम से प्रेम तो मारा गया हिडिम्ब |  hidimba bheem ki shadi
કથામાં વર્ણન છે અને રામાયણ શ્રેણીમાં દશર્વિાય છે. તે પ્રસંગ પ્રમાણે જયારે ભરતજી રામને મનાવવા ગુ માતાઓ અને મંત્રીઓ સહીતના કાફલા સાથે અન્નકુટ જાય છે. રામને મળે છે. ત્યારે માતા સુમિત્રાજીના પગ દાબવાની ફરજ બજાવવા સીતાજ આવે છે ત્યારે માતા સુમિત્રા સીતાજીને પુછે છે કે લક્ષ્મણ તમારા બન્નેની સેવા તો કરે છે ને ? આના જવાબમાં કહે છે કે જંગલમાંથી લાકડા કાપી લાવવા અને આ કુટીર બનાવવા સુધીનુ બધુ કામ દેવરજી લક્ષ્મણજ કરે છે. જયારે માતા સુમિત્રા કહે છે કે હાશ હવે સારા હૈયા ટાઢક થઇ. ભગવાન રામ વનવાસ ભોગવી પાછા ફરે છે ત્યારે સીતાજી અને પછી લક્ષ્મણજી માતા-સીતાના આર્શીવાદ લે છે અને પછી લક્ષ્મણજી માતા સુમિત્રાને પણ વંદન કરે છે ત્યારે માતા સુમિત્રા લક્ષ્મણજીને સંબોધીને કહે છે કે બેટા તે મારી કુખ ઉજાળી માતા સુમિત્રાના આ ત્રણ શબ્દમાં ઘણુ બધુ આવી જાય છે. વિશ્ર્વ તેમાંથી ઘણુ શીખવા જેવુ છે. એટલા માટે તો કાઠીયાવાડી દુહો છે કે જનની જણ તો એવો પુત્ર જણે કે જે કાં દાતા હોય કાં શૂરવીર હોય અને કાં સંત હોય.

Ramayan's Dipika Chikhlia shares a pic with her on-screen mother-in-law  Kaushalya; says 'When a woman has the support from her kind, her success is  definite' - Times of India
રામાયણનુ બીજુ એક આદર્શ મહીલા પાત્ર માતા સીતાની નાની બહેન અને લક્ષ્મણજીના અર્ધાંગીની ઉર્મિલા છે. લક્ષ્મણજી જયારે પોતાના વનગમન અંગે કહેવા જાય છે.ત્યારે તે પોતાની મોટી બહેનના માર્ગે પત્ની (લક્ષ્મણજી)ની સેવા માટે વનમાં આવવાનો આગ્રહ કરે છે ત્યારે લક્ષ્મણજી તેને રાજમાતા કૌશલ્યાના પુત્ર અને પુત્રવધુ બન્ને વનમાં જાય છે તેની સેવા કોણ કરશે ? આ કામ તારે જ કરવાનુ છે આગળ વધીને એમ કહે છે કે મારા વિરહમાં રડવાનુ નથી. પતિવ્રતા ઉર્મિલા લક્ષ્મણજી વનવાસ ભોગવી પરત આવે ત્યાં સુધી આંખમાં અશ્રુ લાવ્યા વગર મનનુ દુ:ખ વિરહ મનમાં રાખીને પહેલા સસરા દશરથજીની અને પછી અને સુમિત્રાજીની સેવા કરે છે. ભરતજી અન્નકુટથી પાછા આવ્યા બાદ ઉર્મિલાજીને કહે છે કે હું પરત ન લાવી શકયો તે માટે મને માફ કર ત્યારે ઉર્મિલા કહે છે કે મોટાભાઇ તમે જે ત્યાગ કર્યો છે તે વંદનીય છે અને તમે મારી માફી માગી મને શરમાવો નહી આ વાકય સાંભળીને ભરતજીને કહે છે કે તમે પણ તમારી મોટી બહેન સીતા ભાભી જેવા જ છો તમારા માતા-પિતાને હું વંદન કરું છુ.

LITERATURE , FILMS , MUSIC: August 2013
રામ લક્ષ્મણ સીતાના 14 વર્ષના વનવાસનો ગાળો ઉર્મિલાજી વિરહની વેદના મનમાં સંઘેરીને પસાર કરે છે. સાસુની સેવા પણ કરે છે અને રામ-લક્ષ્મણ અને જાકીના દિઘાર્યુ માટે સતત દિવાઓ પણ પ્રગટાવી રહે છે.

હકિકતમાં રામાયણના નારી રત્નોમાં ઉર્મિલાએ સંપૂર્ણ ત્યાગનુ અને માતા જાનકીજી જેમ જ પતિ ભકિતનું પ્રતિક છે. માતા સીતાએ પતિની સાથે રહી દુ:ખ વેઠયા તો ઉર્મિલાજીએ પતિની ગેરહાજરીમાં પતિને આપેલા વચન નિભાવી સાસુઓની સેવા કરી પોતાનો નારી ધર્મ-પતિ ધર્મ બજાવ્યો છે. ઉર્મિલાજીએ આદર્શ નારીનુ અનોખુ ઉદાહરણ છે. તેમનો ત્યાગ અનોખો છે તેમનુ ધર્મપાલન પણ ઉદાહરણ સમુ છે. જો કે મિથિલાની મહારાણી સુનયનાની કુખે જ આવા નારી રત્ન જન્મી શકે તેવુ તો કહેવુ જ પડે જયારે ધર્મપુષ મહારાજા જનકજીએ આપેલા સંસ્કારને સીતાજી અને ઉર્મિલાજી બન્નેએ દીપાવી જાણ્યા છે અને જગતને એક માર્ગ ચિંઘ્યો છે.