હિન્દુ ધર્મ/ દેવદર્શન કર્યા બાદ મંદિરમાં બાંકડા કે પગથીયા ઉપર કેમ બેસવું જોઈએ, આવો જાણીએ

સદિયોથી આપણે સાંભળતા આવીએ છીએ અને અનુસરતા પણ આવીએ છીએ કે કોઈપણ મંદિરમાં દર્શન માટે જાઓતો મંદિરના બાંકડે કે પછી સીડીને પગથીયા ઉપર થોડી વાર બેસવું જોઈએ. પરંતુ આં કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ કદાચ આપણે નથી જાણતા. 

Dharma & Bhakti
corona 2 10 દેવદર્શન કર્યા બાદ મંદિરમાં બાંકડા કે પગથીયા ઉપર કેમ બેસવું જોઈએ, આવો જાણીએ

સદિયોથી આપણે સાંભળતા આવીએ છીએ અને અનુસરતા પણ આવીએ છીએ કે કોઈપણ મંદિરમાં દર્શન માટે જાઓતો મંદિરના બાંકડે કે પછી સીડીને પગથીયા ઉપર થોડી વાર બેસવું જોઈએ. પરંતુ આં કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ કદાચ આપણે નથી જાણતા.

હકીકતમાં, મંદિરના પગથિયા પર બેસીને એક શ્લોક બોલવો જોઈએ. લોકો આજકાલ આ શ્લોકને ભૂલી ગયા છે. આ લેખમાં એ શ્લોક વિષે પણ વાત કરી છે. તો ખાસ જાણીલો તમે પણ…

આ શ્લોક નીચે મુજબ છે –

अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।

આ શ્લોકનો અર્થ अनायासेन मरणम् છે, એટલે કે, આપણું મરણ દુઃખ વિના થાય અને આપણે ક્યારેય માંદગીમાં પથારીમાં ન રહેવું પડે અને આ કષ્ટો ઉઠાવ્યા વિના જ મૃત્યુ પ્રાપ્ત થાય. “बिना देन्येन जीवनम्” એટલે પરવસતા વગરનુ સુખ અને શાંતિભર્યું જીવન આપો આજે મને મારુ બધુ કાર્ય મારી પોતાની જાતે કરી શકુ.

देहान्त तव सानिध्यम् એટલે જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે ભગવાનની સામે રહેવું. ભીષ્મ પિતામહનું અવસાન થયું ત્યારે, ઠાકુર જી તેમની સામે હતા અને તેમનો ચહેરો જોઇને તેમના પ્રાણ ગયા હતા.

देहि मे परमेश्वरम् હે પરમાત્મા મને આવું વરદાન આપો.

5 Reasons why should we go to temple? - Chintan Jain

આમ જ્યારે આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ  ત્યારે હવે ચોક્કસથી મંદિરના પગથીયા ઉપર બેસી અનેઆ શ્લોકનું ઉચ્ચારણ કરજો. અને ભગવાનને ખુલ્લી આંખોથી દર્શન કરી  બહાર ઓટલે કે સીડી પર બેસો ત્યારે એમને યાદ કરીને આ શ્લોક મનમાં ખુબ જ આસ્થા અને ભાવથી બોલવો જોઈએ. કેટલાક લોકો મંદિરમ  ભગવાનના દર્શન કરવા જાય છે. પરંતુ ભગવાન સામે ઉભા રહીને પોતાની આંખો બંધ કરી લે છે.