Politics/ તામિલનાડુમાં શશીકલાએ રાજનીતિમાં પરત ફરવાના આપ્યા સંકેત

શશીકલા રાજનીતિમાં પરત ફરશે

India
shashikala તામિલનાડુમાં શશીકલાએ રાજનીતિમાં પરત ફરવાના આપ્યા સંકેત

બે વર્ષ પહેલા અન્નાદ્રમુક પરથી શશીકલાએ તેમની કમાન ગુમાવી હતી પરતું હવે તેમણે પોતાના સમર્થકોને જમાવ્યું છે કે એક સારો નિર્ણય લેવામાં આવશે. તેમની આ ટીપ્પણીથી તે પાર્ટી પર ફરીવાર નિયંત્રણ કરવાના પ્રયત્ન અને રાજનીતિમાં પરત ફરવાના સ્પષ્ટ સંકેત છે.

શશીકલાએ છ એપ્રિલના રોજ તામિલનાડુ વિધાનસભા ચૂંટણીના પહેલા જાહેરાત કરી હતી કે તે રાજનીતિથી દૂર રહેશે. હવે તેમણે કહ્યું છે કે પાર્ટીને આંતરકલેહના લીધે બરબાદ થતાં જોઇ શકતી નથી. તેમણે પાર્ટીના નેૃત્તવના મામલે ભલે સાફ શબ્દોમાં કોઇ ઉલ્લેખ ના કર્યો પરતું તેમણે પાર્ટીના બે મુખ્ય નેતાઓ પલાનીસ્વામી અને પનીરસેલ્વમ ના મતભેદ વિશે  જ ટીપપણી કરી હોવાનું માનવામાં આવી રહ્યુંછે.

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય જયલલિતાના વિશ્વાસપાત્ર શશિકલાએ ફોન પર તેમના બે વફાદાર નેતાઓ સાથે ફોનની વાતચીતમાં આ વાત સામે આવી છે. પહેલી ઓડિયો કલીપમાં સંભળાય છે કે આપણે પાર્ટીને વ્યવસ્થિત કરી લઇશું. હું આવીશ.અને બીજી ઓડિયો કલીપમાં પોતાના સમર્થકોને કહે છે કે પાર્ટીના નેતાઓની કડી મહેનત એમાં સામેલ છે. તેમને લડતા જોઇને દુખ થાય છે. તે મૂક દર્શક બનીને તે આ જોઇ શકતી નથી.

શશીકલાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની બીજી લહેર ઓછી થતાં જ તેઓ સમર્થકોને મળશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ સારો નિર્ણય લેવામાં આવશે. 2017 માં, અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ શશીકલાને જેલમાં મોકલવામાં આવ્યા હતા .જેથી તેમણે અને  તેમના ભત્રીજા દિનાકરણ બે વર્ષ પહેલાં પાર્ટી પર પકડ ગુમાવી દીધી હતી.