બોટાદ/ ગઢડાનાં ઢસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાયા : તંત્ર પાણીમાં છબછબીયા કરે

આ આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશનના નિચાણવાળા વિસ્તારોમાં આવેલુ છે એટલા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ રહ્યા છે.

Gujarat Others
ગઢડા

ગઢડા તાલુકાના ઢસાગામે આવેલ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગઢડા

ઢસાગામનાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે 11 ગામો આવેલા છે ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા દર્દીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો ને ખુબજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે મેડીકલ ઓફિસર ડોક્ટર રવિને પુછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, આ આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશનના નિચાણવાળા વિસ્તારોમાં આવેલુ છે એટલા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ રહ્યા છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિશે ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્ર પોતાના આંખ આડા કાન કરી રહ્યા હોય તેવુ સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે. પ્રશ્ન એછે કે છેલ્લા ધણા વર્ષોથી ઢસા જંકશન વાળા વિસ્તારનાં લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે જોવુ જ રહ્યું.

આ પણ વાંચો : માંગરોળનાં વાંકલ કસ્તુરબા કન્યા છાત્રાલયમાં ટ્રક ઘૂસ્યો’ : મોટી દુર્ઘટના ટળી