IPL 2022/ કેપ્ટન બનતાની સાથે જ ધોનીએ ચેન્નાઈને અપાવી જીત,હૈદરાબાદને 13 રનથી હરાવ્યું

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 ની 46મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રને હરાવી સિઝનની તેમની ત્રીજી જીત નોંધાવી હતી.

Top Stories Sports
124 કેપ્ટન બનતાની સાથે જ ધોનીએ ચેન્નાઈને અપાવી જીત,હૈદરાબાદને 13 રનથી હરાવ્યું

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 ની 46મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રને હરાવી સિઝનની તેમની ત્રીજી જીત નોંધાવી હતી. આઈપીએલ 15માં, ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો મહેન્દ્ર સિંહની કેપ્ટનશીપ હેઠળ હૈદરાબાદ સનરાઈઝર્સનો હતો. આ મેચમાં ધોની આ સિઝનમાં પ્રથમ વખત કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. ધોનીએ આ સિઝનમાં કેપ્ટન તરીકે પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. ચેન્નાઈએ આ મેચ રનથી જીતી લીધી હતી. 203 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદ માત્ર વિકેટ ગુમાવીને રન બનાવી શકી હતી.

203 રનના સ્કોરનો પીછો કરતા હૈદરાબાદે સારી શરૂઆત કરી હતી. ટીમના ઓપનર અભિષેક શર્મા અને કેપ્ટન કેન વિલિયમસને પ્રથમ વિકેટ માટે 58 રન જોડ્યા હતા. મુકેશે આ ભાગીદારી તોડી જે ખતરનાક બની હોત. તેણે અભિષેકને 58 રને આઉટ કર્યો. તેના આઉટ થયા બાદ રાહુલ ત્રિપાઠી પણ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેને પણ મુકેશે આઉટ કર્યો હતો.

બે વિકેટ પડ્યા બાદ માર્કરામ અને વિલિયમસને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માર્કરામ પણ 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ વિલિયમસન પણ વધુ સમય સુધી મેદાન પર ટકી શક્યો ન હતો અને 47 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પૂરન અને શશાંકે ઇનિંગ્સને સંભાળી લીધી અને સ્કોરને આગળ વધાર્યો. બંનેએ 27 રનની ભાગીદારી કરી હતી. પરંતુ વધતા રન રેટના કારણે શશાંક મોટો શોટ મારવાના પ્રયાસમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા અને હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં વિકેટ ગુમાવીને માત્ર રન જ બનાવી શકી હતી.

રુતુરાજ ગાયકવાડ (99) અને ડેવોન કોનવે (અણનમ 85)ની વિસ્ફોટક બેટિંગને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં IPL 2022ની 46મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 203 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. ટીમ માટે ગાયકવાડ અને કોનવેએ 107 બોલમાં 182 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. હૈદરાબાદ તરફથી ટી નટરાજને બે વિકેટ ઝડપી હતી.