Cricket/ અફઘાનિસ્તાનનાં કેપ્ટને ધોનીને પાછળ છોડ્યો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અફઘાનિસ્તાનની ટીમનાં કેપ્ટન અસગર અફગાને કેપ્ટનશિપની દ્રષ્ટિએ ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન એસએસ ધોનીને પાછળ છોડી દીધા છે.

Top Stories Sports
cricket 11 અફઘાનિસ્તાનનાં કેપ્ટને ધોનીને પાછળ છોડ્યો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

શનિવારે ભારત અને ઈંગ્લેન્ડની મેચ ઉપરાંત અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી-20 સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ હતી. જેમા અફઘાનિસ્તાનની ટીમે ઝિમ્બાબ્વેને હરાવ્યુ હતુ. આ સાથે, અફઘાનિસ્તાનની ટીમનાં કેપ્ટન અસગર અફગાને કેપ્ટનશિપની દ્રષ્ટિએ ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન એસએસ ધોનીને પાછળ છોડી દીધા છે.

Cricket / જાણો શું છે ટી-20 સીરીઝમાં જીતનું વિરાટ કનેક્શન?

અસગર હવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કેપ્ટનશીપ હેઠળ સૌથી વધુ મેચને જીતાડનાર કેપ્ટન બન્યો છે. અગાઉ આ રેકોર્ડ એમએસ ધોની (41 જીત) નાં નામે રહ્યો હતો. હવે અસગર તેની કેપ્ટનશીપ હેઠળ અફઘાનિસ્તાનને અત્યાર સુધી 42 મેચમાં જીત અપાવી ચુક્યો છે. ધોનીએ તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કેપ્ટન તરીકે કુલ 41 મેચ જીતી હતી. તેણે 72 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ધોનીએ વર્ષ 2007 થી 2016 દરમિયાન ભારતીય ટીમની કમાન સંભાળી હતી. ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમવાર શરૂ થતા ટી-20 વર્લ્ડ કપમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતુ. અહી જો અફઘાનિસ્તાનનાં કેપ્ટનની વાત કરીએ તો, આ ફોર્મેટમાં તેનો જીત-હારનો રેકોર્ડ ધોની કરતા ઘણો સારા છે. કેપ્ટન તરીકે ધોનીની વિજેતા તરીકેની એવરેજ ફક્ત 59.28 હતી, જ્યારે આ કેસમાં અસગરની એવરેજ 81.37 છે. તેણે અત્યાર સુધીમાં કુલ 52 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પોતાના દેશની કેપ્ટનશીપ કરી છે. વિશ્વનાં તમામ કેપ્ટનોમાં અસગરની વિજેતા તરીકેની એવરેજ સૌથી સારી રહી છે.

Cricket / પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાને મળી હાર

અફઘાનિસ્તાનની ટીમ યુએઈમાં ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમી રહી હતી. શનિવારે રમાયેલી સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં તેણે ઝિમ્બાબ્વેને 7 રને હરાવી સીરીઝને 3-0 થી પોતાના નામે કરી દીધી છે. આ મેચમાં અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 136 રન જ બનાવી શકી હતી. અફઘાન ટીમ માટે નજીબુલ્લાહે 35 બોલમાં અણનમ 72 રનની ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોક્કા અને 5 છક્કા સામેલ હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ