Not Set/ ટીમ ઇન્ડિયાના મેંટરની ભૂમિકા માટે ધોની કોઈ ફી લેશે નહીં

ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈના મેદાન પર શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી ભારતીય ટીમમાં ધોની મેંટર તરીકે ટીમ સાથે જોડાયેલો છે

Sports
મેંટર ટીમ ઇન્ડિયાના મેંટરની ભૂમિકા માટે ધોની કોઈ ફી લેશે નહીં

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટી 20 વર્લ્ડ કપમાં ટીમ સાથે મેંટર તરીકે જોવા મળશે, પરંતુ તે આ કામ માટે BCCI  પાસેથી કોઈ ફી લેશે નહીં. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડના સચિવ જય શાહે આ માહિતી આપી છે. શાહે ANI ને કહ્યું- એમએસ ધોની ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના મેંટર તરીકેની સેવાઓ માટે કોઈ માનદ વેતન નથી લઈ રહ્યો.

ધોની મેંટરની ભૂમિકામાં જોવા મળશે
ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈના મેદાન પર શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી ભારતીય ટીમમાં ધોની મેંટર તરીકે ટીમ સાથે જોડાયેલો છે. તે ડ્રેસિંગ રૂમમાંથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળશે. ધોનીની વર્લ્ડકપ જેવી ટુર્નામેન્ટ માટે માર્ગદર્શક તરીકે નિમણૂક ભારતીય ક્રિકેટ માટે મોટું સકારાત્મક પગલું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

ફાઇનલમાં ધોનીનો અનુભવ કામ આવી શકે છે
ભારતે 2017 ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, 2019 ના વનડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં અને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે ટીમને તમામ નોકઆઉટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે નોકઆઉટ જેવી મહત્વની મેચમાં ટીમ અને કેપ્ટન કોહલી માટે ધોનીનો અનુભવ ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે.

રોમાંચક મેચ 24 ઓક્ટોબરે રમાશે
ટી 20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચેની આ શાનદાર મેચ દુબઈના મેદાન પર રમાશે. આ પછી, ટીમ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે. ટીમ 5 નવેમ્બરે બી 1 અને 8 નવેમ્બરે એ 2 સામે ટકરાશે.

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ / સલમાનને બચાવનારા વકીલ હવે આર્યન ખાનનો બચાવ કરશે, શાહરૂખ ખાનની છેલ્લી આશા!

મહારાષ્ટ્ર / દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – મને હજુ પણ લાગે છે કે હું મુખ્યમંત્રી છું કારણ કે …

લખીમપુર ખેરી / રાકેશ ટિકૈતે કહ્યું – પોલીસમાં મંત્રીના પુત્રની પૂછપરછ કરવાની હિંમત નથી, ગુલદસ્તા વાળું રિમાન્ડ